ખૂબ મોટા અને મેરિડ બેસ્ટ ઇમિગ્રેશન બિલની તૈયારીઓ શરુ : ટ્રમ્પ

0
70

વોશિંગ્ટન,તા.૧૧
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ એક નવા અને ખૂબ મોટા મેરિડ બેસ્ડ ઈમિગ્રેશન સિસ્ટમની તૈયારી કરી રહ્યા છે. નવા ઈમિગ્રેશન બિલમાં ડેફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહુડ અરાઈવલ પ્રોગ્રામ સાથે જોડાયેલા લોકોને પણ નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવશે. તેનો અર્થ એવો થશે કે, તે પ્રવાસીઓને પણ નાગરિકતા મળી શકશે જે બાળપણથી અમેરિકા આવ્યા છે અને એક રીતે ગેરકાયદે રીતે અહીં રહે છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ૨૦૧૨માં ડીએસીએ પોલિસી લાગુ કરી હતી. આ પોલિસી પ્રમાણે ૧૬ વર્ષની નાની ઉંમરના તે લોકો જે ગેરકાયદે રીતે અમેરિકા આવ્યા હતા તેમને અમેરિકામાં રહેવાની મંજૂરી અને વર્ક પરમિટ આપવા માટે લાવવામાં આવી હતી. જોકે શરત એ રાખવામાં આવી હતી કે તે વ્યક્તિનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ. ડીએસીએને દરે ૨ વર્ષે રિન્યૂ કરાવી શકે છે.
વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બિલનો અર્થ એવો નથી કે ગેરકાયદે રીતે આવલા લોકોને માફી આપવામાં આવી રહી છે. ટ્રમ્પ ઘણાં સમયથી કહી રહ્યા છે કે, તેઓ ડીએસીએનું સમાધાન ઈચ્છે છે. તેમાં સીમાની સુરક્ષા અને મેરિટના આરાધ પર ડીએસીએના યોગ્ય લોકો અને નાગરિકતા આપવા જેવા સુધારા સામેલ કરવા માંગે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY