કોરોનાની આયુર્વેદિક દવાની ક્લિનિકલ ટ્રાયલ ભારતમાં થશે

0
54

વોશિંગ્ટન,તા.૧૧
ભારતના આયુર્વેદિક નિષ્ણાતો અને અમેરિકાના સંશોધકો મળીને ભારતમાં સંયુક્ત રીતે કોરોના વાઇરસની આયુર્વેદિક દવાની ક્લિનિકલ ટ્રાયલ કરશે.
ભારત અને અમેરિકાના પ્રખ્યાત વિજ્ઞાનીઓે, વિદ્વાનો અને ડૉક્ટરોના જૂથે બુધવારે આ વિશે ચર્ચા કરી હોવાની માહિતી અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીતસિંહ સંધુએ આપી હતી. કોવિડ-૧૯ સામેની લડતમાં બંને દેશના નિષ્ણાતો મોટા પ્રમાણમાં સાથે મળીને કામ કરી રહ્યા છે.
સંયુક્ત રિસર્ચ, શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો દ્વારા આપણી સંસ્થાઓ આયુર્વેદનો પ્રચાર કરવાનો પ્રયત્ન કરી રહી છે. બંને દેશના આયુર્વેદિક ડૉક્ટરો અને નિષ્ણાતો મળીને કોવિડ-૧૯ની આયુર્વેદિક દવા શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ માટે તેઓ ભારતમાં આયુર્વેદિક દવાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજના ઘડી રહ્યા છે.
આપણા વૈજ્ઞાનિકો આ માટે એમની સાથે પોતાનું જ્ઞાન અને રિસર્ચનાં સાધનોની આપલે કરી રહ્યા છે. સંધુએ જણાવ્યું હતું કે ભારતીય દવા કંપનીઓ સસ્તા દરની દવાઓ અને વૅક્સિન બનાવવામાં વૈશ્ર્વિક સ્તરે અગ્રણી ગણાય છે. કોરોનાના મહારોગને નાથવામાં આપણી કંપનીઓ મહત્ત્વનો ભાગ ભજવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY