અમેરિકામાં કલ્પના ન કરી શકાય તે હદે સ્ત્રીઓ પર બળાત્કાર થઈ રહ્યા છેઃ ટ્રમ્પ ચીન પર ૧૦૦ અબજ ડાલર ટેરિફ લગાવવાની ટ્રમ્પની ધમકી

0
45

વાશિંગ્ટન,તા.૬
સેન્ટ્રલ અમેરિકન્સની અમેરિકામાં ઘૂસવા મુદ્દે ગુરૂવારે ટ્રમ્પે ફરી એકવાર ઇમિગ્રેશન લાનો રાગ આલાપ્યો હતો. પ્રેસિડેન્શયલ કેમ્પેઇન દરમિયાન ટ્રમ્પે કરેલા વાયદાને ફરીથી યાદ કરીને કહ્યુ કે, અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતાં ઇમિગ્રન્ટ્‌સના કારણે સ્ત્રીઓ પર બળાત્કાર અને ક્રાઇમના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે વેસ્ટ વર્જિનિયા ઇવેન્ટમાં કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે વધુ એક વખત ઇમિગ્રેશન પર નિંદાત્મક ભાષણ આપ્યું. ટ્રમ્પે વધુ એક વખત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સને ‘ક્રિમિનલ’ અને ‘રેપિસ્ટ’ કહ્યા છે.
ટ્રમ્પે કહ્યુ કે, દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયેલા લોકોના બેકગ્રાઉન્ડ વિશે જાણકારી મેળવવી લગભગ અશક્ય છે. એ જાણી ના શકાય કે, તેઓ ચોર, ખૂની કે બળાત્કારી છે. ટ્રમ્પે પોતાના પ્રેસિડેન્શયલ કેમ્પેઇન દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરતા લોકોને ક્રિમિનલ અને રેપિસ્ટ કહ્યા હતા. ગુરૂવારે ફરીથી તેઓએ આવા જ શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
અમેરિકાના રાષ્ટપતિ ડાનાલ્ડ ટ્રંમ્પે કહ્યુ છે કે, ચીન પર ૧૦૦ અબજ ડાલરનો ટેરિફ લગાવવાની ધમકી આપી છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, જા ચીન વ્યાપાર કરવાની તેની રીતમાં કોઈ ફેરફાર નહીં કરે તો તેના પર ૧૦૦ અબજ ડાલરનો ટેરિફ લગાવવામાં આવશે. દુનિયાની બે મોટી અર્થવ્યવસ્થાઓ એકબીજાના માલ સામાના પર ટેરિફ લગાવવાના ઘટનાક્રમને ટ્રેડ વારના રૂપમાં જાવાઈ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે અમેરિકાએ ચીન પર ૬૦ અબજ ડાલરના ટેરિફની જાહેરાત કરી હતી, જેને લઈને ચીન ધુંઆપુંઆ થઈ ગયું હતું. તે સમમે ટ્રમ્પે કહ્યુ હતું કે, ચીને અમેરિકાની બૌદ્ધિક સંપત્તિ પર અયોગ્ય રીતે કબજા કરી લીધો છે અને તેથી બેઈજીંગને દંડ ફટકારવા માટે તેના પર ટેરિફ લગાવવાનું પગલું ભરવામાં આવ્યું છે. વળતી કાર્યવાહીના ભાગરૂપે ચીને પણ ૫૦ અબજ ડાલરના ૧૦૬ અમેરિકી ઉપ્તાદનોની આયાત પર ૨૫ ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY