અમરેલીમાં કોરોના લેબની માંગ ન સંતોષાતા રવિવારે ધરણા કરશે ધાનાણી

0
80

અમરેલી,તા.૧૦
અમરેલી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં અસાધારણ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૩૧ કેસ પોઝિટિવ નોંધાયા છે. ત્યારે અમરેલી જિલ્લામાં કોરોના લેબ આપવાની માંગ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરી છે. આગામી ૨ દિવસમાં કોરોના લેબ ફાળવવામાં આવશે નહિં તો વિપક્ષ નેતા પરેશ ધાનાણી રવિવાર ધરણાં કરશે.
કોરોનાના વધી રહેલા કેસને લઈને પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યું કે પહેલા સુરતથી અમરેલી પેસેન્જર આવતા હતા અને હવે સુરતથી પેસન્ટ આવે છે. જેથી રાજુલા-સાવરકુંડલાની હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવે. આ સાથે જ કહ્યું કે સરકાર અમરેલીને કોરોના ટેસ્ટીંગ લેબ આપવામાં ઓરમાયુ વર્તન કરી રહી છે. જેથી ૨ દિવસમાં કોરોના લેબ ફાળવવામાં નહિં આવે તો રવિવારે ધરણાં કરવામાં આવશે. આ સાથે જ કહ્યું કે જો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહિં આવે તો આગામી એક અઠવાડિયામાં અમરેલીની હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી છલકાઈ જશે.
અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૩૧ કેસ પોઝિટિવ નોંધાયા છે. એક સમય હતો કે જ્યારે અમરેલ જિલ્લામાં એક પણ કેસ ન હતો. પરંતુ અમરેલી પંથકમાં કોરોનાએ ગતિ પકડી છે અને અટકવાનું નામ લેતી નથી. શરૂઆતના તબક્કામાં દરરોજ ૧-૨ કેસ નોંધાતા હતા. પણ છેલ્લા કેટલાક સમયથી દરરોજ ૮-૧૦ કેસ સામે આવી રહ્યાં છે. જે ખુબ જ ચિંતાનો વિષય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY