એએમટીએસ બસની બંધ જીપીએસ કાર્યરત કરવા તંત્રમાં દોડધામ

0
111

અમદાવાદ,
તા.૯/૫/૨૦૧૮

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસમાં અત્યાધુનિક આઇટીએમએસ સિસ્ટમ અમલીકરણ કરવાના બણગાં ફૂંકતા સત્તાવાળાઓ હયાત જીપીએસને તેના યથાવત સ્વરૂપે જાળવવામાં નિષ્ફળ નીવડયા છે. છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર જીપીએસ સિસ્ટમ ઠપ થવાથી ઊહાપોહ સર્જાતાં તંત્ર હવે હરકતમાં આવ્યું છે.

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ વિભાગમાં સત્તાવાળાઓએ કરોડો રૂપિયાના ખર્ચે જમાલપુર ખાતે નવું કોર્પોરેટ લુક ધરાવતું મુખ્યાલય બનાવ્યું છે. આ મુખ્યાલયના છેલ્લા અને બીજા માળે અત્યાધુનિક કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી આ કંટ્રોલ રૂમ અને બસમાં બેસાડેલી જીપીએસ અર્થ વગરની બની છે. કંટ્રોલ રૂમના સર્વરના સોફટવેરમાં ખામી સર્જાતાં સ્ટાફને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાળવી દેવાયો છે.

આધારભૂત સૂત્રો વધુમાં કહે છે કે તંત્રે છેલ્લા અઠવાડિયાથી એક ખાનગી કંપનીને જીપીએસ સિસ્ટમ પુનઃ કાર્યરત કરવાની જવાબદારી સોંપી છે. જેમાં આ કંપનીને આંશિક સફળતા મળી છે. જાકે જીપીએસ સિસ્ટમનું પૂરેપૂરું ફીડબેક હજુ મળતું ન હોઇ ખાનગી ઓપરેટરોને પેનલ્ટી થઇ શકતી નથી. અલબત્ત ખાનગી ઓપરેટરનું ગત તા.ર૮ ફેબ્રુઆરી ર૦૧૮થી પેમેન્ટ અટકાવી દેવાયું છે.

જૂની જીપીએસ સિસ્ટમ અને નવી આઇટીએમએસ સિસ્ટમ એમ બંને સિસ્ટમ આગામી એક મહિનામાં ઉતારુઓની સુવિધા માટે ઉપલબ્ધ થઇ જશે તેવો દાવો કરતાં આધારભૂત સૂત્રો વધુમાં કહે છે કે ત્યાર બાદ થોડા મહિના આ બંને સિસ્ટમને ચાલુ રખાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY