ઉધોગોમાં ભંગાર ચોરી થાય એ વાત માની શકાય પણ જ્યાં જીઆરપીએફ અને આરપીએફ હોય ત્યાં ટેનમાં દારૂ કે ગાંજો પકડાય એ સામાન્ય બનાવે તેવી રેલવે ના પાટા જ ચોરી જવાની ફરિયાદ નોંધાય ત્યારે ભરૂચ જિલ્લાના ભાંગરિયાઓની હિંમતને દાદ દેવી ઘટે તેવી ચોરીની ઘટના અંકલેશ્વર આરપીએફના ચોપડે નોંધાતા ભાંગરિયાઓમાં હડકમ્પ મચી ગયો છે.
વિગત જાણે એમ છે કે વડોદરા ડિવિઝનમાં આવતી એનવ છેલ્લા ઘણા સમયથી બંધ પડેલ કોસંબા ઉમરપાડા રેલવે લાઇન ઉપર અંકલેશ્વર ના અંસાર માર્કેટના ભાંગરિયાઓની નજર પડતા એક સામટુ રળી લેવાની જિજ્ઞાસા જાગી ને પત્યું,મોટા માલેતુજાર ભાંગરિયાના કથિત મેનેજર લાલનો સંપર્ક કરી અંસાર માર્કેટના ભાંગરિયાની ટિમ સક્રિય થઈ.પોલીસ ફરિયાદ મુજબ 200 મીટરની લંબાઈના પાટા નટ બોલ્ટ,સ્લીપર વગેરે કાપવામાં આવ્યા.ચર્ચા મુજબ રાતોરાત મિલમાં રવાના કરાયા પણ પાપની ઘડો ફૂટ્યા વગર ન રહે એ ઉક્તિ સાર્થક બની.રેલવેના આરપીએફ ઇન્સ્પેકટર જાટ ને ઘટનાની જાણ થતાંજ સમગ્ર આરપીએફનો સ્ટાફ અને અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા,માપણી થઈ અને અંદાજે 200 મીટર લોખંડના પાટા વિગેરેની અંકલેશ્વર આરપીએફ પો.સ્ટે માં ફરિયાદ નોંધાઇ.તપાસના ચક્રો ગતિમાન થયા અને પાટા ચોરી લાવનાર પરપ્રાંતી ભંગારીયાની ત્રણ જાણની મંડળી પકડાઈ ગઈ. લોકચર્ચા મુજબ આરપીએફ લાલા નામક ભંગારીયા ને ત્યાં પહોંચે છે દમ પરેડ થાય છે પણ કથિત ભંગાર મિલમાં રવાના કરાયાની ચર્ચા વચ્ચે ભંગાર કોઈ કચ્છી હસ્તક મિલમાંથી પરત મંગાવાય છે અને અંદાજે છ ટન ભંગાર કબજે લેવાય છે લાલા ભાંગરિયાને વોન્ટેડ જાહેર કરાય છે,જોકે કથિત લાલો કોનો સાગરીત કે મેનજર છે,સદર જગ્યા કોના માલિકી-ભાડાની છે જે બાબત તપાસ માં ખુલે તો ઠીક નહિ તો નારાયણ…નારાયણ..અને એમ થાય તો ભાગેડુ લાલો આરપીએફનો મળશે કે કેમ એ પણ ભવિષ્યનો વિષય છે ત્યારે લાલો પકડાય પછીજ તપાસ આગળ ચાલશે એમ માનવું રહ્યું.
ભરૂચ જિલ્લામાં આવેલ તમામ પ્રકારના ભંગારીયાઓનો સર્વે જરૂરી.એમના આધારકાર્ડ,ખરીદ-વેચાણના બિલ,જીપીસીબીનું લાયસન્સ, ફાયર સેફટી સુવિધા,પાનકાર્ડ,જીએસટી નમ્બર,છેલ્લા વર્ષેના ઇન્કમટેક્સ રિટર્ન, તેમને ત્યાં નોકરી કરતા માણસોની પણ તમામ વિગત એકઠી કરવી જરૂરી છે જેથી ચોરીના ભેદ ઉકેલવા સરળ બને.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"