અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘમાં સાત તીર્થપટોનો અભિષેક મહોત્સવ યોજાયો

0
220

અંક્લેશ્વર,
તારીખ : ૦૭/૦૩/૨૦૧૮

અંકલેશ્વર જીઆઇડીસી જૈન સંઘમાં તારીખ ૭મી માર્ચે વહેલી સવારે પૂ.આ.દેવ રાજ્યશસુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા સાત તીર્થપાટોનાં અભિષેક મહોત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીમાં તારીખ ૭મીની વહેલી સવારે પૂ.આ.દેવ રાજ્યશસુરીશ્વરજી મહારાજનાં સાનિધ્યમાં પાવાપુરી,શત્રુંજય,ગિરનાર,અષ્ટાપદજી ,સમ્મેત શિખર અને નવપદજીનાં મહાન તીર્થોનાં આરસમાં કેતરેલા ચિત્ર પટોમાં મંદિરની દિવાલ પર સુશોભિત થયા હતા,અને તેની સામે કાચ મૂકીને તેમાં તિર્થાવતાર કરવામાં આવ્યો હતો.અને કુલ ૧૮ વાર અભિષેક કરવામાં આવ્યા હતા.

આ અભિષેકમાં પૂ.આ.દેવ રાજ્યશસૂરીશ્વરજી મહારાજ સાહેબે તાંત્રિક વિધાન રૂપે ગરુડ મુદ્રા,પરમષ્ઠિ મુદ્રા,અને મુક્ત શુક્તિ મુદ્રા પ્રદર્શન કરી,સેંકડો ભાવિકોએ દિવ્ય તત્વનું આહવાહન કરતા ” આગચ્છન્તુ “નાં દિવ્ય નાદ કર્યા હતા.

આ વિધિનાં તપમાં અભિષેક બાદ ચંદ્ર અને સૂર્યનાં દર્શન સમગ્ર પટમાં બિરાજમાન પ્રભુનાં બિંબોને કરાવવામાં આવ્યા હતા.ચંદ્ર અને સૂર્ય આપણે પ્રકૃતિનાં અને સંસ્કૃતિ મહાન પ્રતીક છે.આમ ૧૮ અભિષેક પૂર્ણ થતા આરતી અને મંગલ પ્રદીપ થયા ત્યારબાદ આ અભિષેકની ક્રિયા દ્વારા સમસ્ત વિશ્વમાં શાંતિ થાય તેવા શાંતિ પાઠની ઉદ્દઘોષણા કરવામાં આવી હતી.પ્રાર્થનાનું એક કદ હતું ” શ્રી બ્રહ્મ લોકસ્ય શાંતિ ભવતું “.સમસ્ત બ્રહ્મ લોકમાં શાંતિ થયા અને ભાવિકોએ આતંકવાદ દૂર થાય તેવી દ્રઢ મનથી પ્રાર્થના કરી હતી.

આ પાવન પ્રસંગે આચાર્ય શ્રીએ પ્રવચન આપ્યુ હતુ,જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે સંઘ શબ્દ બહુજ પવિત્ર છે.કારણ તેમાં સંપ અનિવાર્ય છે.જો સંપ હોય તો જ સંઘની મહત્તા છે.આ દેશમાં જે શાસન ચાલે છે તેમાં જો કોઈ તત્વની જરૂર હોય તો તે સંપ તત્વની છે.અને અમારા મતે તો શાસક પક્ષ અને કહેવાતા વિરોધ પક્ષ વચ્ચે પણ સંપ હોવો અનિવાર્ય છે.”સંપ એ શોભા કુસંપએ વિનાશ છે.

ફોટોલાઇન :- અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘમાં સાત તીર્થપટોનો અભિષેક મહોત્સવ યોજાયો હતો તે પ્રસંગની તસવીર.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY