અંકલેશ્વરના અંસાર માર્કેટમાં આવેલ ગોડાઉનમાં આગ

0
179

​અંકલેશ્વરના નેશનલ હાઇવે નં. 8 અંસાર માર્કેટ ઉખાણા ગોડાઉનમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી, આગને કાબૂમાં લેવા માટે જીઆઇડીસી તેમજ અંકલેશ્વર નગરપાલિકાના 7 જેટલાં ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. જોકે આગ વધુ ન ફેલાય એ માટે આજુબાજુના રહીશોએ કટરની મદદથી પતરાના ગોડાઉનને કાપીને ખુલ્લુ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર નાયબ કલેકટર રમેશ ભગોરા તેમજ જીપીસીબી ના અધિકારી ત્રિવેદી પણ આ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અણસાર માર્કેટમાં અવારનવાર આવા બનાવોથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે હાઈવેને લગોલગ આવેલ આ માર્કેટમાં આગની ઘટનાઓથી ભારે ઉત્તેજના વચ્ચે આ ઘટનાને કારણે શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો મળતી માહિતી મુજબ આ આગનું કારણ ગોડાઉનની બાજુમાં આવેલ આઈસર ટેમ્પો કટીંગ કરતા હોવાનું જાણવા મળેલ છે કટીંગ દરમ્યાન આગ આ ગોડાઉનમાં મુકેલા ફોટામાં લાગી જતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગના કારણે આજુબાજુમાં રહેતા રહીશોમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY