અલગ-અલગ ગુનામાં આરોપીઓને જામીન પર મુક્ત કરાવવા માટે અન્ય વ્યક્તિના દસ્તાવેજો રજૂ કરીને જામીનદાર બનનાર યુવકને કોર્ટે દોષિત જાહેર કરીને બે વર્ષની સખત સજા અને ૧૦હજાર દંડ ભરવા હુકમ કર્યો હતો.
આરોપી આશુતોષ લાલજી ઠક્કરની વિરુધ્ધ હરીપુરા વિસ્તારમાં રહેતા સમીર કાંતીલાલ ઉપાધ્યાયએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ લગાડવામાં આવ્યો હતો કે, ૧૯૯૭માં આશુતોષ પાસેથી સમીર ઉપાધ્યાયએ મકાન ખરીદ્યું હતું. તેમ છતાં તે મકાનના દસ્તાવેજનો ઉપયોગ કરીને અલગ-અલગ આરોપસર જેલમાં બંધ આરોપીઓના જામીન પર મુક્ત કરાવતો હતો. આ આરોપીઓ જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ ફરાર થઈ જતા હતા. દરમિયાન કોર્ટ દ્વારા જે વોરંટ મોકલવામાં આવતો હતો તે સમીર ઉપાધ્યાયને મળવા લાગ્યા હતા. જેથી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ કેસની સુનાવણી થતા ફરિયાદ પક્ષના વકીલ યોગેશ રાણા અને સરકારી વકીલ ભરત સોલંકી આરોપો સાબિત કરવામાં સફળ રહ્યા હતા. જેમાં શુક્રવારે અંતિમ સુનાવણી થતા કોર્ટે આરોપી આશુતોષ ઉપાધ્યાયને બે વર્ષની સખત સજાનો હુકમ કર્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"