એપ્રિલમાં જથ્થાબંધ ભાવની મોંઘવારી દર વધીને ૩.૧૮ ટકા થયો

0
81

ન્યુ દિલ્હી,
તા.૧૪/૫/૨૦૧૮

પેટ્રોલ-ડિઝલ તથા ફળોના ભાવમાં સૌથી વધુ વધારો,માર્ચમાં મોંઘવારી દર ૨.૪ ટકા હતો

એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારીત મોંઘવારીનો દર વધીને ૩.૧૮ ટકા થયો હતો. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ તથા ફળોના ભાવ સૌથી વધુ વધ્યા હતા. તેથી મોંઘવારી પર ઘણી અસર પડી છે. માર્ચમાં મોંઘવારી દર ૨.૪૭ ટકા હતો. એપ્રિલમાં ખાણી-પીણીની ચીજાનો મોંઘવારી દર ૦.૮૭ ટકા રહ્યો હતો, જે માર્ચમાં -૦.૨૯ ટકા હતો. વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલયે મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે.

મોંઘવારીના દરના આંકડા
એપ્રિલ ૨૦૧૮માર્ચ ૨૦૧૮
ફ્યુઅલ એન્ડ પાવર ૭.૮૫% ૪.૭૦%
પેટ્રોલ અને ડીઝલ ૧૩.૦૧% ૯.૪૫%
ફળો ૧૯.૪૭% ૯.૨૬%
ખાણી-પીણીની ચીજવસ્તુઓ ૦.૮૭% ૦.૨૯%
પ્રાથમિક વસ્તુઓ ૧.૪૧% ૦.૨૪%
મેન્યુફેક્ચરિંગ ઉત્પાદના ૩.૧૧% ૩.૦૩%

જો કે, વાર્ષિક આધાર પર જથ્થાબંધ ભાવ આધારીત મોંઘવારીના દરમાં ઘટાડો નોંધાયો છે. એપ્રિલ ૨૦૧૭માં જથ્થાબંધ ભાવાંક આધારીત ફુગાવાનો દર ૩.૮૫ ટકા હતો. એક વર્ષમાં ડુંગળી ૧૩.૬૨ ટકા અને બટાટા ૬૭.૯૭ ટકા મોંઘા થયા છે.

જથ્થાબંધ ભાવાંક આધારીત ફુગાવામાં કોનો કેટલો ભારાંક

પ્રાથમિક વસ્તુઓ ૨૨.૬૨%
ખાદ્ય ૧૫.૨૬%
ફ્યુઅલ એન્ડ પાવર ૧૩.૧૫%

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY