૧ એપ્રિલથી લાગૂ થશે ઈ-વે બિલ,જીએસટીઆર-૩ બી રિટર્નનો સમય જૂન સુધી

0
108

ન્યુ દિલ્હી,
તા.૨૫/૦૩/૨૦૧૮

સરકારે ઇલેક્ટ્રોનિક બિલ એટલે કે ઇ-વે બિલ લાગૂ કરવા માટે એક એપ્રિલના દિવસ નિશ્ચિત કર્યો છે. એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં ૫૦ હજાર રૂપિયાથી વધુનો સામાન લાવવા-લઇ જવા માટે તેની જરૂર પડશે. આ ઉપરાંત કેન્દ્રીય ઉત્પાદન અને કસ્ટમ ડ્યૂટી બોર્ડે સંક્ષિપ્ત જીએસટીઆર-૩ બી રિટર્ન ફાઇલ કરવા માટે જૂન મહિના સુધીનો સમય આપ્યો છે. સામાન્ય રીતે કોઇપણ મહિનેનું જીએસટીઆર-૩ બી રિટર્ન આગામી મહિનાની ૨૦ તારીખ સુધી ફાઇલ કરવાનું હોય છે.

નાણાંમંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતા ધરાવતી જીએસટી પરિષદે ૧૦ માર્ચની બેઠકમાં ઇ-વે બિલ તથા ૩ બી રિટર્ન ફાઇલ કરાવવાની તારીખ આગળ વધારવા અંગે નિર્ણય લીધો હતો. એક ફેબ્રુઆરીના રોજ પહેલી વાર લાગૂ કરવામાં આવ્યા બાદ પ્રણાલીમાં આવેલી અડચણોને ધ્યાનમાં લઇને પરિષદે ઇ-વે બિલને ચરણબદ્ધ રીતે લાગૂ કરવાનો નિર્ણય લીધો છે.

એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં માલ મોકલવા માટે ઇ-વે બિલને એક એપ્રિસથી લાગૂ કરવામાં આવશે પરંતુ રાજ્યની અંદર માલ મોકલવા માટે ૧૫ એપ્રિલથી ચરણબદ્ધ રીતે શરૂ કરવામાં આવશે. ઇ-વે બિલને કર ટોરી રોકવા માટેનું પગલું કહેવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેનાથી રોકડેથી થતા વેપાર પર લગામ લાગશે અને કર સંગ્રહ વધશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY