એપ્રિલમાં પાણીના વપરાશ પર ૨૫ ટકા કાપ મૂકાશે..!!

0
115

અમદાવાદ,
તા.૨૪/૦૩/૨૦૧૮

ઉનાળાની સાથે જ રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાવાની ચાલુ થઈ ગઈ છે. અમદાવાદમાં એપ્રિલ મહિનામાં ૨૫ ટકા પાણીમાં કાપ કરવામાં આવી શકે છે. શહેરને રસ્કા વિયરમાંથી મળતો પાણીનો પુરવઠો બંધ કરવામાં આવી દેવામાં આવ્યો છે.

પાણી પુરવઠો બંધ થવાના કારણે ૧૫૦ સ્ન્ડ્ઢ પાણીની ઘટ થઈ શકે છે. જેના કારણે નર્મદા કેનાલમાં પાણીનું લેવલ ઘટતા આગામી દિવસોમાં પાણીમાં કાપ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કોતરપુર, જાસપુરમાંથી મળતો પાણીનો પુરવઠો ઘટે તેવી શક્યતા છે.

જા કે એક તરફ સરકાર એવો વાયદો કરી રહી છે કે રાજ્યમાં પાણીની તકલીફ ઉભી થશે નહીં અને બીજી તરફ આ રીતે કાપ મૂકતા નાગરિકો ચિંતામાં મૂકાયા છે. જા કે પાણી સાચવીને વાપરવું તે આપણા સૌની જવાબદારી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY