લખનઉ,
તા.૨૫/૦૩/૨૦૧૮
ઉત્તરપ્રદેશમાં લખનૌ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં આતંકવાદીઓને નાણાકીય સહાય કરવાનો મામલે એટીએસએ દરોડા પાડ્યા. દરમિયાન ૧૦ સંદિગ્ધોની ધરપકડ કરી છે. સૂચના બાદ યુપી એટીએસએ લખનૌ, ગોરખપુર અને પ્રતાપગઢમાં તાબડતોબ દરોડા પાડ્યાં. ગોરખપુરમાં મોબાઈલ ફોનના વેપારી સાથે જાડાયેલી ફર્મ નઈમ એન્ડ સન્સના ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા અને તપાસ બાદ એટીએસે તે દુકોને સીલ કરી દીધી છે.
દરમિયાન ૫૦ લાખ રૂપિયાથી વધારે રોકડ મળી આવી. ત્યાંથી એટીએસે ઘણા લેપટોપ, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ અને મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ, ૬ સ્વાઈપ મશીન, દેશી રિવોલ્વર અને ૧૦ કારતૂસ પણ જપ્ત કર્યા છે. મધ્યપ્રદેશમાં પણ કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા હોવાનું જણાયું છે. મધ્યપ્રદેશના રીવામાં ટેરર ફંડિંગનો મામલો સામે આવ્યો હતો. પોલીસે ૧૦ સંદિગ્ધની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"