વડોદરા,
તા.૧૩/૦૩/૨૦૧૮
વડોદરાની મહેમાન બનેલી ઓસ્ટ્રેલિયાની વુમન ક્રિકેટ ટીમે વડોદરાના મહિલા પોલીસ મથકની મુલાકાત લીધી હતી. એક સામાજિક સંસ્થાના નેજા હેઠળ પોલીસ મથકની મુલાકાત લેનાર ઓસ્ટ્રેલિયન ટીમ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા અંગેની થઇ રહેલી કામગીરીથી પ્રભાવિત થઇ હતી. ઓસ્ટ્રેલિયન ટીમને ગુજરાત સરકારની અભયમ, નારી સંરક્ષણ ગૃહના ઉપસ્થત રહેલા સભ્યોએ મહિલાઓ અંગે કેવી રીતે કામ કરવામાં આવે છે તેની જાણકારી આપી હતી.
ખાસ કરીને ઘરેલુ હિંસાના બનાવોમાં અભયમ તેમજ મહિલા પોલીસ કેવી રીતે કામ કરે છે. તેની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. શહેરના ભૂતડીઝાંપા પાસે આવેલ મહિલા પોલીસ મથકમાં ઓસ્ટ્રેલિયન ટીમ એક કલાક ઉપરાંત રોકાઇ હતી અને ગુજરાત સરકારની મહિલા માટે કામ કરતી સંસ્થાઓના સભ્યો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ સાથે ચર્ચા કરનાર મહિલા સભ્યોએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મહિલાઓ માટે જે કામગીરી કરી રહી છે. તેનાથી ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ પ્રભાવિત થયા હતા. મહિલા પોલીસ મથકના પોલીસ અધિકારીએ ઓસ્ટ્રેલિયન ટીમને બુકે આપીને સ્વાગત કર્યું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"