આજકાલ સોસીયલ મીડિયા માં ફરતું ક્યાંક લગાડેલ આ બેનર ની તસ્વીર થી લોકોમાં ભારે કુતુહલ જોવા મળે છે 

0
568

રાજપીપલા:હાલ ઇન્ટરનેટ ના ફાસ્ટ જમાનામાં લોકો કંઈક નવી અને રમુજી પોસ્ટ વાયરલ કરી મજાક કરતા જોવા મળે છે ત્યારે હાલ સોસીયલ મીડિયા માં ફરતા એક બેનરે લોકો ને પેહલી નજરમાં જાણે તેમની તકલીફ નો અંત મળી ગયો હોય એવી અનુભૂતિ કરાવી હતી પરંતુ આખું બેનર વાંચ્યા બાદ ખબર પડે છે કે આતો ભાજપ સરકાર પર મારેલી એક કટાક્ષ છે કેમકે બેનર એક દુકાન જેવી જગ્યા પર લાગેલું છે અને એમાં મોટા અક્ષરે લખ્યું છે કે વ્યાજ વગર ઉછીના રૂપિયા મળશે આધાર પુરાવાની જરૂર નથી, પણ નીચેની લાઇન માં લખ્યું છે કે ત્યારે મળશે જયારે ભાજપ સરકાર મારા ખાતામાં પંદર લાખ રૂપિયા જમા કરાવશે ત્યારે …?! અને નીચે એકદમ નાના અક્ષર માં લખ્યું છે કે લી.ફેકુ ફાઇનાન્સ પ્રા.લી. ત્યારે સ્પષ્ટ ખબર પડે છે કે આતો કોઈકે ભાજપ દ્વારા અપાયેલા ખોટા વચનો પર કટાક્ષ કરતુ તીર છોડ્યું છે ,આ બેનર ક્યાં લાગ્યું છે કોને લગાવ્યું છે એની જાતપડતાલ થઈ નથી પરંતુ જેને પણ માર્યું છે એને જરૂરિયામંદ લોકોની ભાવનાની ચોક્કસ મજાક ઉડાડી છે.પક્ષ ગમે તે હોય બધા જાણેજ છે કે ચૂંટણી પેહલા અપાયેલા વચનો પૈકી મોટાભાગના વચનો કોઈ પણ પક્ષ પુરા કરતો નથી ત્યારે આ પ્રકારની મજાક એક ક્ષણ માટે જરૂરિયાતમંદ લોકો માં વિશ્વાસ જગાડી બીજીજ ક્ષણે એ વિશ્વાસ તોડી નાખે છે.

ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY