વાલિયા તાલુકામા રહેતા અદિવાસીઓ દ્રારા ૨ એપ્રિલે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. તારીખ ૨/૪/૧૮ ના રોજ એસ.સી અને એસ.ટી જાતિના સંગઠનો દ્રારા એટ્રોસિટી એકટના કાયદામાં થયેલ બદલાવના અંગે ભારત બંધના એલાનની જાહેરાત કરી છે.ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાઓમાં રહેતા આદિવાસી યુવાન ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને એટ્રોસિટી એકટના કાયદામાં બદલાવ અંગે ફેર વિચારણા કરવા માંગ સાથે
વાલિયા મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવી ભારત બંધના એલાનને સમર્થન આપવાનું જણાવ્યું હતું.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"