ભરૂચ નગર સેવા સદનના વિરોધ પક્ષના નેતાઓ દ્રારા નગર પાલિકા કચેરી પર પહોંચી રસ્તા પર રખડતાં ઢોર અંગે ઉગ્ર રજુઆત કરી

0
189

ભરૂચ:

ભરૂચ શહેર રસ્તે રખડતાં ઢોર દ્રારા એક મહિલાને હવામાં ઉછાળીને ઈજાઓ પહોંચાડેલી જ્યારે ગત રોજ ભરૂચના નારાયણ વિદ્યાલયથી ધોરણ ૧૨ ની પરીક્ષા આપી પરત ઘરે જઈ રહેલ મહોમ્મદ માહિર નામના વિદ્યાર્થીને રસ્તામાં ઉભેલ ઢોર દ્રારા અડફેટમાં લેતા રાત્રીના સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.જેના લીધે માહિરના પરીવાર જનોમાં અને વિરોધ પક્ષના નેતાઓમાં નગર સેવા સદન પ્રત્યે આક્રોશ ફાટી નીકળ્યો હતો.જેના ભાગ રૂપે આજ રોજ ભરૂચ નગર પાલિકાના વિરોધ પક્ષના નેતાઓ એ ભરૂચ નગર સેવા સદનમાં રજૂઆત કરવા જતાં નગર સેવા સદન સલામતીના ભાગ રૂપે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.વિપક્ષે નગર પાલિકા કચેરી પર પહોંચી હાય રે નગર પાલિકા હાય રે પ્રમુખના ભારે સુત્રોચ્ચાર કરી નગર પાલિકા ગજવી મૂકી હતી.વિરોધ પક્ષ રજુઆત કરવા આવે તે પહેલાં સલામતીના ભાગ રૂપે પોલીસ દ્રારા આગળના દરવાજો બંધ કરી તાળું મારી દેતાં વિપક્ષના લોકો ઉશ્કેરાયા હતાં. જોકે મુખ્ય અધિકારી દ્રારા આગળના દરવાજા નું તાળું ખોલવ્યુ હતું.વિપક્ષ દ્રારા નગર સેવા સદનના મુખ્ય અધિકારીને ચીમકી આપી હતી કે વહેલી તકે રસ્તે રખડતાં ઢોરોને પકડવામાં નહીં આવે તો વિપક્ષના નેતાઓ દ્રારા એક એક ઢોર નગર સેવા સદનના અધિકારીઓ અને પદાધિકારીઓના ઘરે બાંધી આવવાની ચીમકી આપવામાં આવેલ હતી.

આ અંગે પત્રકારોએ ભરૂચ મુખ્ય અધિકારીની મુલાકાત લેતા તેવોએ જણાવ્યુ હતુ કે ગતરોજ રાત્રીના ફાયર ટીમ અને જીવદયા ના સભ્યોને સાથે રાખી રસ્તે રખડતાં ઢોર અને આખલા ઓને પકડી સુરક્ષીત જગ્યાએ મુકવાની સૂચનાઓ આપવામાં આવીની વાત જણાવી હતી.આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા લાલભાઈ શેખ,સલીમ અમદાવાદી,શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઝુંબેર પટેલ, નિકુલ મિસ્ત્રી,રાધે પટેલ સહિત ચૂંટાયેલા સભ્યો અને કૉંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY