અંકલેશ્વરમાં વધુ એક બંધ મકાનમાંથી ૩.૫૦ લાખની મત્તાની ચોરી

0
68

અંક્લેશ્વર:
અંકલેશ્વરમાં તસ્કરોને ખુલ્લું મેદાન મળી ગયું હોય એમ લાગી રહ્યું છે. સમયાંતરે નાની મોટી ચોરીની ઘટનાઓ બનતી જ રહે છે. તેવી જ રીતે અંકલેશ્વર જુના ને.હા.નં ૮ ને અડીને આવેલ સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટનાં ૮૦૪ નંબરનાં ફ્લેટમાં રહેતા જુબેદાબેન સલીમ મુલતાની પોતાનાં પરિવારજનો સાથે અજમેર ખાતે ગયા હતા, તે દરમિયાન તેમનું ઘર બંધ રહેતા તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. તસ્કરોએ જુબેદાબેનનાં ઘરનાં મુખ્ય દરવાજાનું તાળુ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો, અને તિજોરી તોડીને તેમાંથી સોનાનાં ૧૫ તોલા દાગીના કિંમત રૂપિયા ૩.૧૦ લાખ અને રોકડા રૂપિયા ૪૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૩.૫૦ લાખની માલમત્તાની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા. બનાવ અંગેની જાણ જુબેદાબેનને તેમના પાડોશી દ્વારા કરવામાં આવી હતી, જેથી તેઓ અજમેર થી ઘરે પરત ફર્યા હતા અને અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે તેઓની ફરિયાદને આધારે એફએસસેલ અને ડોગ સ્ક્વોર્ડની મદદ થી તસ્કરોનું પગેરુ મેળવવાની તજવીજ હાથધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY