બાંગ્લાદેશમાં એકની હત્યામાં શાસક પક્ષના ૩૯ કાર્યકર્તાઓને ફાંસીની સજા

0
129

ઢાકા,
તા.૧૪/૦૩/૨૦૧૮

૨૦ મે, ૨૦૧૪ના રોજ કારમાં જઇ રહેલા કાર્યકર્તાની ચાર વર્ષ પહેંલા હત્યા કરેલી

બાંગ્લાદેશમાં દક્ષિણપૂર્વમાં આવેલા એક જિલ્લાની અદાલતે ચાર વર્ષ પહેંલા સ્થાનિક કક્ષાના નેતીની કરાયેલી હત્યાના કેસમાં શાસક અવામી લીગ પક્ષના ૩૯ જણાને ફાંસીની સજા સંભળાવી હતી. ૨૦ મે ૨૦૧૪માં ભર બપોરે અવામી લીગના ઉપજિલ્લા પ્રમુખ ઇકરામુલ હકની ફેની નગરમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ગોળી મારી હત્યા કરી અને પછી એને બાળી નાંખવામાં આવ્યો હતો. ‘આ એક જ કેસમાં કોર્ટે ૩૯ જણાને ફાંસીની સજા સંભળાવી હતી’એમ ફેનીથી બોલતાં ફરિયાદીના વકીલે કહ્યું હતું.

તમામ આરોપીઓ સ્થાનિક નેતાઓ હતા અને અવામી લીગના જ કાર્યકર્તા હતા, એમ તેમણે ઉમેર્યું હતું. જા કે જિલ્લા જજની કોર્ટે અન્ય ૧૬ જણાને નિર્દોષ છોડી મૂક્્યા હતા જેમાં એક વિરોધ પક્ષ બાંગ્લા નેશનલિસ્ટ પાર્ટીનો સ્થાનિક કાર્યકર્તા હતો. પ્રારંભમાં પોલીસે એને જ મુખ્ય આરોપી ગણાવ્યો હતો. માર્યા ગયેલા હકના ભાઇ રિઝાઉલ હકે બાંગ્લા નેશનલિસ્ટ પાર્ટીના નેતા મિનાર અને અન્ય ૩૫ અજાણ્યા સામે ફરિયાદ કરી હતી.છેલ્લા ચાર વર્ષોમાં કુલ ૪૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી ૧૬ જણાએ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY