ન્યુ દિલ્હી,
તા.૨/૪/૨૦૧૮
ફિકસ્ડ ડિપોઝિટ (એફડી) પરનું વ્યાજ, પગાર અને અન્ય બાબતોની ચકાસણી માટે ટેકસ અધિકારીઓએ વીક–એન્ડમાં બેન્કોની તપાસ કરી હતી. બેન્કો અને કંપનીઓએ જે તે મહિનાના ટીડીએસની ચુકવણી પછીના મહિનાની સાત તારીખ સુધીમાં કરવાની હોય છે.
માર્ચ મહિના માટે ટીડીએસ ૩૦ એપ્રિલ કે એ પહેલા ચૂકવી દેવાનો હોય છે. જાકે, ટાર્ગેટના દબાણ અને નાણાંમંત્રાલયની મંજૂરીને પગલે ટેકસ અધિકારીઓએ ઘણા ખાનગી અને પીએસયુ બેન્કોને ૩૧ માર્ચ સુધીમાં ટીડીએસ ચુકવવાનો આગ્રહ કર્યે હતો. જેથી ટીડીએસની આવકને ર૦૧૭–૧૮ની આવકમાં દર્શાવી શકાય. મુંબઇની ટેકસ ઓફિસે એક મોટી ખાનગી બેન્કને તો ટીડીએસની ગણતરી માટે ટેકનિકલ સહાય આપવાની પણ ઓફર કરી હતી. અન્ય એક બેન્કને જણાવાયું હતું કે, તે ટીડીએસ ચોકકસ આંકડો ગણી શકે તેમ ન હોય તો અગાઉના કવાર્ટરના ટીડીએસની આસપાસની રકમ ચૂકવી શકે. ટેકસ અધિકારીઓએ સીબીઆઇની આંતરિક નોંધના આધારે આ કામગીરી હાથ ધરી હતી. ર૮ માર્ચની સાંજે સીબીડીટી કમિશનર આનદં ઝાએ મુંબઇ જેવા મોટા ટેકસ સર્કલ્સના પ્રિન્સપાલ કમિશનર્સને જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શયલ સર્વિસસ (ડીએફએસ)એ બોર્ડની વિનંતીના આધારે બેન્કોને ૩૧ માર્ચ સુધીમાં ટીડીએસ જમા કરવા જણાવ્યું છે. (ડીએફએસ નાણામંત્રાલય હેઠળ જ કામ કરે છે). સૂત્રના જણાવ્યા અનુસાર ઝાએ પ્રિન્સપાલ કમિશનર્સને લખેલા ઇ–મેઇલમાં કહ્યું હતું કે ૩૧ માર્ચ ર૦૧૮ સુધીમાં તમારા અધિકારક્ષેત્ર હેઠળ આવતી બેન્કોને ટીડીએસ જમા કરાવા માટેના પગલાં લેવા મને નિર્દેશ આપવામાં આવ્યો છે, જેની જાણ તમને કરવાનું કહેવાયું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"