પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રીના ભરૂચના લિંક રોડ વિસ્તારમાં આવેલ બે મંદિરોને નિશાન બનાવી દાન પેટીમાં રાખેલ રૂપિયાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતાં. ભરૂચના લિંક રોડ પર આવેલ શંભુ ડેરીની સામે આવેલ અંબા માતાના મંદિર અને ગંગેશ્વર મહાદેવ મંદિરે ગત રોજ રાત્રીના તસ્કરોએ ત્રાટકી મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાં પ્રવેશ કરી અંદર મુકવામાં આવેલ દાન પેટીના નકુચા તોડી ભક્તો દ્રારા નાખવામાં આવતાં દાનના રૂપિયા અને મંદિરની ચીજ વસ્તુઓની અંદાજીત હજારો રૂપિયાની ચોરી કરી તસ્કરો અંધારામાં પલાયન થઈ ગયા હતાં. જોકે ચોરી અંગેની હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી નથી.
હાલમાં વધી રહેલા ચોરીઓના બનાવોના લીધે તસ્કરોએ પોલીસ અને પ્રજાની ઊંઘ હરામ કરી નાખી છે.પ્રજાતો ઠીક પણ હવે તો ભગવાન પણ સલામત નથી રહ્યા. ત્યારે પોલીસ સઘન પેટ્રોલિંગ કરી વહેલી તકે તસ્કરોને પકડી પાડે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"
Nice
You are all ways well come
Thanku very much
Always well come
Call on 9978406923