ભરૂચની નીકી ખંભાતવાલાએ નેશનલ લેવલની સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવ્યો

0
841

ભરૂચઃ
નેશનલ કાઉન્સિલ ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરીંગ ટેકનોલોજી દિલ્હી દ્વારાર આયોજીત નેશનલ લેવલ નિબંધ સ્પર્ધા ડીસેમ્બર-૨૦૧૭માં યોજાઇ હતી, જેનો વિષય હોસ્પિટાલીટી એજ્યુકેશન એન્ડ કેરીયર હતો.
આ સ્પર્ધામાં ભારતની ઘણી બધીશાળાઓએ ભાગ લીધો હતો. ભરૂચની ભારતીય વિદ્યાભવન્સ નર્મદા વિદ્યાલય ધોરણ ૧૧ કોમર્સ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ વિદ્યાર્થીની નીકી ટી. ખંભાતવાલાએ ઓલ ઇન્ડિયા લેવલે સેકન્ડ નંબર મેળવી રૂ.૩૦,૦૦૦ નું રોકડ ઇનામ તથા ટ્રોફી મેળવેલ છે.
ભારતીયવિદ્યાભવન્સ નર્મદાવિદ્યાલયને “ગોલ્ડ પ્લેક” મળેલ છે. આ ઇનામ મીનીસ્ટર ઓફ ટુરીઝમ સર આલ્ફાન્ઝ, પદમ સંજીવકપુર (શેફ) અને મિ. સત્યજીત રાજન (આઇએએસ કેરાલા) દ્વારા એનાયત કરવામાં આવેલ છે. શાળાના આચાર્ય શીલ્યાબેન ડી. શાહ, શિક્ષક નેહાલી શાહ અને વિદ્યાર્થીની નીકી ખંભાતવાલાએ આ પુરસ્કાર જે દિલ્હી એનસીએચએમસીટી ખાતે થી સ્વિકારેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY