ભાગલપુર હિંસા : અર્જિત શાશ્વત ચૌબે ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં

0
105

પટણા,
તા.૧/૪/૨૦૧૮

અર્જિત શાશ્વત ચૌબે કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેના પુત્ર છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેના પુત્ર અર્જિત શાશ્વત ચૌબેને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યાં છે. કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેના પુત્ર અર્જિત શાશ્વત ચૌબેએ બિહારમાં ચાલી રહ્યાં સૌથી મોટી પોલિટિકલ ડ્રામા વચ્ચે ગત મધ્ય રાત્રિએ એકદમ નાટકીય અંદાજમાં સરેન્ડર કર્યું છે.

ભાગપુર હિંસાના આરોપી શાશ્વતે મોડી રાતે ૧૨.૧૫ કલાકે પટનાના પ્રસિદ્ધ મહાવીર મંદિરની પાસે પોલીસની સામે સરેન્ડર કર્યું છે. આ દરમિયાન ન્યૂઝ ૧૮ની ટીમ પણ ત્યાં પહોંચી હતી. જાણકારો પ્રમાણે શાશ્વતે જમાનત રદ થયા પછી પોલીસની સામે સરેન્ડર કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પહેલા ભાગલપુરમાં થયેલા ઉપદ્વવ કાંડમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેના પુત્ર અર્જિત શાશ્વતની મુશ્કેલીઓ ઓછી નથી થઈ. વોરંટ જારી કર્યા પછી ફરાર થઇ ગયેલા શાશ્વતની અગ્રિમ જમાનત અરજીને કોર્ટે પણ નકારી દીધી હતી. શનિવારે આ મામલામાં ભાગલપુર કોર્ટમાં સુનાવણી થઈ હતી. એડીજે ચતુર્થ કુમુદ રંજન સિંહની કોર્ટે અર્જિત શાશ્વતની અગ્રિમ જમાનત અરજીને નકારી દીધી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY