ભાજપના આમંત્રણને શિવસેનાનો ઠંડો પ્રતિસાદ,સ્વબળે લડવા પર અડગ

0
83

મુંબઈ,તા.૯
ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહના એનડીએ સાથે જાડાઈ રહેવાના ભાવભર્યા આમંત્રણનો શિવસેનાએ ઠંડો પ્રતિસાદ આપ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રાજ્યના નેતાઓ બાદ રાષ્ટ્રિય સ્તરના નેતાએ આપેલા આવકારને સેનાએ બહુ ગંભીરતાથી લીધો નથી. ભાજપના સ્થાપના દિને અમિત શાહે આગામી ચૂંટણીમાં શિવસેના અમારી સાથે રહે તેવી અમારી ઈચ્છા છે, તેમ સ્પષ્ટ કર્યું હતું. આ સાથે રાજ્યના નેતાઓ દ્વારા પણ સેનાને સાથે રહેવા મનાવવામાં આવતી હોવાનુંં જણાઈ રહ્યુ છે. સેનાએ જાન્યુઆરી મહિનામાં જ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી દીધી હતી. શાહના આમંત્રણ બાદ સેનાના નેતા સુભાષ દેસાઈએ જણાવ્યું હતું કે એક સમયે ભાજપ એમ કહેતો હતો કે તેમણે તેમના બળે સત્તા મેળવી છે, તે હવે અમને મિત્ર માનતો થઈ ગયો છે અને તેમનો બોલવાનો અંદાજ બદલાયો છે.
ભાજપ હવે એનડીએની વાત કરતી થઈ છે. સેનાના નેતાઓની વાત માનીએ તો શિવસૈનિકોની ઈચ્છા એકલા લડવાની છે અને તેમના નિર્ણયમાં કોઈ પરિવર્તન આવશે નહીં. દેસાઈએ જણાવ્યું હતું કે રાજકીય લાભ માટે પોતાના મિત્રપક્ષનો ઉપયોગ કરવાનો અને પછી તેને છોડી દેવાનું કામ ભાજપ કરે છે. જાકે સેનાને એનસીપી ચીફ શરદ પવારે કે કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ કોઈ લેવાદેવા ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY