ભારતના ડિફેન્સ એેસપોર્ટનો વધશે વ્યાપ,૪૪ અધિકારીઓ આવશે વિદેશથી

0
116

ન્યુ દિલ્હી,
તા.૯/૪/૨૦૧૮

ભારત સરકારે પોતાનો વેપાર વધારવા માટે દુનિયાભરમાં તૈનાત ડિફેન્સ સાથે જાડાયેલા ૪૪ અધિકારીઓને સ્વદેશ બોલાવ્યા છે. સરકાર અને ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે એક્સપોર્ટ મુદ્દે મીટિંગ યોજાશે. રક્ષામંત્રી નિર્મલા સીતારમને મેક ઈન ઇન્ડિયા અને ડિફેન્સ સેક્ટરમાં ઝડપી વિકાસ લાવવા માટે આ અધિકારીઓને સ્વદેશ બોલાવ્યા છે.

આ તમામ લોકો ડિફેન્સ એક્સપો દરમિયાન સરકાર અને ખાનગી સંરક્ષણ કંપનીઓ સાથે વાતોઘાટો કરશે. પીએમ મોદીની મહત્વકાંક્ષી યોજના મેક ઈન ઇન્ડિયા હેઠળ આ કામ થઈ ઇન્ડિયા છે. જેનો હેતુ વિશ્વમાં ડિફેન્સ એક્સપોર્ટ માટે નવા બજારો શોધવામાં આવશે.

જા કે, ડિફેન્સ સેક્ટરમાં મોટાભાગનો હિસ્સો સરકારી કંપનીઓનો છે પણ હવે પ્રાઈવેટ કંપનીઓની દખલ પણ આ સેક્ટરમાં ઝડપથી વધી રહી છે. વિશ્વમાં ફેલાયેલા ડિફેન્સ અધિકારીઓનો ઉપયોગ અત્યારસુધી હથિયારોની ડિલીંગમાં થતો હતો. પણ હવે આ અધિકારીઓ વેપારમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY