ભાજપના સાંસદો પણ મને મળે છે ત્યારે કહે છે કે અમને વડાપ્રધાનની બીક લાગે છે,લોકતંત્ર અને બંધારણની હત્યા થઇ રહી છે
રાયપુર,તા.૧૭
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના છત્તીસગઢના પ્રવાસે રાજધાની રાયપુર પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ અહીં એક સભાને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ સભાને સંબોધન કરતા પીએમ મોદી અને અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યુ દેશમાં એક ડરનો માહોલ બનાવી દેવામાં આવ્યો છે.
અમને ડરાવવામાં આવી રહ્યા છે. યેદિયુરપ્પાના શપથગ્રહણ પર રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. જેમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે લોકતંત્રમાં આવું પ્રથમવાર બન્યું છે. સુપ્રીમ કોર્ટના જ્જોને ડરાવવામાં આવી રહ્યાં છે. જેડીએસના ધારાસભ્યોને ૧૦૦ કરોડની ઓફર કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ જનસભામાં કહ્યુ કે લોકતંત્ર અને બંધારણ બંનેની હત્યા કરાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સાંસદો કંઇ બોલી શકતા નથી. તમામ સંસ્થાઓમાં આરએસએસના લોકોને બેસાડવામાં આવ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે આજકાલ સંવિધાન પર પણ હુમલો કરવામાં આવી રહ્યો છે. કર્ણાટકમાં એક તરફ ધારાસભ્યો છે અને બીજી તરફ રાજ્યપાલછે. જેડીએસએ કહ્યુ કે તેમના ધારાસભ્યોને ૧૦૦ કરોડની ઓફર કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપના રાજ્યમાં મહિલાઓ અને ગરીબોને દબાવવામાં આવી રહ્યાં છે.
કોંગ્રેસ અધ્યક્ષે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટાર્ગેટ કરીને કહ્યુ હતું કે સુપ્રીમ કોર્ટેના ૪ જજોને પ્રેસ કોન્ફન્સ કરીને કહેવુ પડે છે કે અણને દબાવવામાં આવી રહ્યા છે, અમને દેશના લોકોની જરૃર છે.આવુ કદાચ પહેલી વખત કોઈ લોકશાહી દેશમાં થયુ છે.આવા દ્રશ્યો ડિક્ટેટરશિપ હેઠલના દેશમાં જાવા મળતા હોય છે.પાકિસ્તાન અને આફ્રિકામાં આવુ જાવા મળી શકે છે પણ હિન્દુસ્તાનના ૭૦ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત આવુ થયુ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"