ભારતની જેલોમાં સજા પૂરી કરી ચૂકેલા કેદીઓને પાક. નાગરિક નથી માનતું

0
124

ન્યુ દિલ્હી,
તા.૧/૪/૨૦૧૮

છેલ્લાં ૧૩ વર્ષોમાં ભારતની જેલોમાં બંધ ૩૯૩ પાકિસ્તાની કેદીઓના કારણે ભારત સરકારની સામે એક મોટું સંકટ પેદા થયું છે. મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં જે કેદીઓની સજા પૂરી થઇ ગઇ છે, તેમને પાછા મોકલવામાં મુશ્કેલીઓ આવી રહી છે, કારણકે પાકિસ્તાનની સરકાર લગભગ ૬૭ કેદીઓને ઓળખવાનો ઇન્કાર કરી દીધો છે. આ કેદીઓમાં ઘણા માછીમારો પણ સામેલ છે.

સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે જે કેદીઓની સજા પૂરી થઇ ગઇ છે, તેમના માટે એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી તેઓ જેલમાં ન રહે. આ વિશે જમ્મુ-કાશ્મીર પેંથર્સ પાર્ટીના ચીફ ભીમ સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી છે. સરકારનું કહેવું છે કે પાકિસ્તાની નાગરિકોની ઓળખને લઇને પાકિસ્તાની હાઇ કમિશનની સામે ઘણીવાર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ અત્યાર સુધી પાકિસ્તાન તરફથી નાગરિકોને લઇને પુષ્ટ નથી કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે આ વિશે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ૨૦૦૮માં કરાર થયો હતો, જે અંતર્ગત કેદીઓના આદાન-પ્રદાન અંગે કરાર થયો હતો. તેમાં સજા પૂરી થયા પથી કેદીઓને પાછા પોતાને દેશ પહોંચાડવાની વાત હતી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે અમે નાગરિકોને ત્યાં પાછા મોકલી રહ્યા છે, પરંતુ તેઓ તેનો સ્વીકાર નથી કરી રહ્યા, તો આ માટે શું પગલાં લેવા જાઇએ. ઘણીવાર બોર્ડર પાર કરવા અંગે અને અરબ સાગર પાસે માછીમારો દ્વારા નિયમના ઉલ્લંઘનના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY