પાકિસ્તાન અસફળ દેશ છે, જે આતંકવાદીઓને સમર્થન કરે છે : ભારત

0
271

જિનીવા,
તા.૧૦/૦૩/૨૦૧૮

યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્‌સ કાઉન્સલમાં ભારતે પાકિસ્તાનની પોલ ખોલી
ભારત પાકિસ્તાન તરફથી પઠાણકોટ અને ઉરી આતંકવાદી હુમલાની કાર્યવાહી માટે રાહ જાઈ રહ્યું છે

ભારતે એકવાર ફરી યુનાઈટેડ નેશન્સમાં પાકિસ્તાનની પોલ ખોલી છે. ભારતે સ્વટઝર્લેન્ડના જીનિવામાં યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્‌સ કાઉન્સલમાં પાકિસ્તાનને એક અસફળ દેશ જણાવતા આને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે દોષી ઠેરવ્યુ છે. આની સાથે જ ભારતે કહ્યું કે પાકિસ્તાન ખુલ્લેઆમ હાફિઝ સઈદ જેવા આતંકવાદીઓને સમર્થન કરી રહ્યું છે. જેને યુએને પણ આતંકવાદી જાહેર કર્યા છે. જીનિવામાં રજૂ થયેલ યુએનએચઆરસીના ૩૭માં સેશનમાં ભારતના સ્થાયી મિશનમાં સેકન્ડ સેક્રેટરી મિની દેવી કુમામે પાકિસ્તાનને એક અસફળ દેશ જાહેર કર્યો છે. કુમામે કહ્યું કે પાકિસ્તાન યુએનએચઆરસીના રેઝોલ્યૂશન ૧૨૬૭નું ઉલ્લંઘન કરી રહ્યું છે કેમ કે આની પર યુએન તરફથી આતંકવાદી જાહેર હાફિઝ સઈદ ખુલેઆમ ફરી રહ્યો છે. તે પાકિસ્તાનની સીમાઓમાં રહીને અને પાક.ના સમર્થનથી પોતાના ષડયંત્રોને અંજામ આપવામાં લાગી ગયા છે. કુમામે કહ્યું કે ભારત અત્યાર સુધી પાકિસ્તાનની સરકાર તરફથી મુંબઈમાં વર્ષ ૨૦૦૮, ૨૦૧૬માં પઠાણકોટ અને સપ્ટેમ્બરમાં થયેલ ઉરી આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીની રાહ જાઈ રહ્યા છે. યુએન તરફથી તેમને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા તે પાકિસ્તાનમાં રહીને પોતાનું ફંડ એકઠુ કરી રહ્યા છે. ભારતે કહ્યું કે પાકિસ્તાનમાં તો આતંકવાદી ખુલ્લેઆમ ફરી રહ્યા છે પરંતુ પાક. ભારતને માનવાધિકાર પર ભાષણ આપે છે. કુમામે કહ્યું કે દુનિયાને એક એવા દેશમાંથી માનવાધિકાર પર ભાષણની જરૂર નથી, જે પોતાની પરિસ્થતિ આને અસફળ દેશ બતાવવા માટે ઘણી છે.

અગાઉ ભારતે પાકિસ્તાને ગુરુવારે યુએનએચઆરસીમાં જ સ્પેશિયલ ટેરરિસ્ટ જાન કહ્યું છે. ભારતે આ ટાઈટલની સાથે જ એકવાર ફરી દુનિયાને પાકિસ્તાનની હકીકત જણાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારતે સ્પેશિયલ ઈકોનોમિક જાન તરીકે પાકિસ્તાનને સ્પેશિયલ ટેરરિસ્ટ જાનનું ટાઈટલ આપ્યુ છે. સ્પેશિયલ ઈકોનોમિક જાન દેશની અંદરનો તે ભાગ છે જ્યાં બિઝનેસ માટે કેટલીક રીતે સગવડો હોય છે અને આ સગવડો દેશના બાકીના ભાગોમાં વધારે આ ભાગમાં હોય છે. સ્પેશિયલ ટેરરિસ્ટ જાનનો પ્રયોગ ભારતે પાકિસ્તાનમાં હાજર સુરક્ષિત આતંકી પનાહગાહો માટે અને આતંકવાદીને અહીં મળતા સમર્થનના કારણે કર્યા છે. યુએનએચઆરસીમાં ભારતના સ્થાયી મિશનમાં સેકન્ડ સેક્રેટરી મિની દેવી કુમામે કહ્યું અમે પરિષદને અપીલ કરીએ છીએ કે તે પાકિસ્તાન તરફથી સીમા પર થઈ રહી ઘૂસણખોરી પર ધ્યાન આપે. આ હાજર સ્પેશિયલ ટેરરિસ્ટ ઝોન, આતંકવાદીના સુરક્ષિત પનાહગાહોને ખતમ કરવા માટે સાચા પગલા ઉઠાવો સાથે જ ટેરર ફાઈનાન્સંગને પણ રોકો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY