ઈસ્લામાબાદમાં ભારતીય અધિકારીના ઘરે કામ કરતા સહાયકને દબાણ નાંખી રોકી દીધો

0
52

લુચ્ચુ પાકિસ્તાન સુધરશે નહિ
ન્યુ દિલ્હી,તા.૩૦
ભારત અને પાકિસ્તાનની વચ્ચે કૂટનીતિ તણાવમાં વધારો થવાનું કોઇને કોઇ કારણ મળી રહે છે. બંને દેશોની વચ્ચે તાજેતરનો તણાવ સ્થાનિક સહાયકોના મુદ્દા પર થયો છે. ઇસ્લામાબાદમાં તૈનાત એક ભારતીય રક્ષા અધિકારીના ઘરે કામ કરનાર પાકિસ્તાની સહાયકોને સ્થાનિક અધિકારીઓએ દબાણ નાંખી કામ કરતો રોકી દીધો છે.
આ તમામ વિવાદ એવા સમયે સામે આવી રહ્યો છે જ્યારે આ વર્ષે માર્ચ મહિનામાં જ બંને દેશ એ સમજૂતી પર પહોંચ્યા હતા કે શ્રેષ્ઠ કૂટનીતિ સંબંધો માટે ‘૧૯૯૨ કોડ ઓફ કંડકટ’ને ફોલો કરાશે. પાકિસ્તાને કોડ ઓફ કંડક્ટની અંતર્ગત આંતરરાષ્ટ્રીય નિયમો અને સ્વીકાર્ય પરંપરાઓના મતે અધિકારીઓ સાથે વ્યવહાર અને કૂટનીતિ સંબંધોને ચલાવાની વાતનો સ્વીકાર કર્યો હતો.
તાજેતરના કેસમાં પાકિસ્તાની અધિકારીઓએ કેમ આવું કર્યું તેનું હજુ સુધી કોઇ કારણ સામે આવ્યું નથી. પરંતુ આ ફેબ્રુઆરી અને માર્ચમાં બંને દેશોની રાજધાનીઓમાં અધિકારીઓના ઉત્પીડન અને ધમકીની ઘટનાઓની યાદ અપાવે છે. આ કેસને પાકિસ્તાની અધિકારીઓ સમક્ષ ઉઠાવામાં આવ્યો હતો.
આ મહિને ઇસ્લામાબાદ અને નવી દિલ્હી બંને જગ્યાએ આવી ઘટનાઓ થઇ ચૂકી છે, જેને બંને દેશના બગડેલ કૂટનીતિક સંબંધોને વધુ નુકસાન પહોંચાડ્યું છે. પાકિસ્તાને આરોપ મૂકયો હતો કે ભારતમાં તેમની એક મહિલા ડિપ્લોમેટની હેન્ડ બેગ લૂટાઇ જ્યારે બીજા ડિપ્લોમેટની કારનો પીછો કરાયો અને તેમાં તોડફોડ કરાઇ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY