ફોર વ્હીલ ગાડીની ડીકીના ચોર ખાનામાંથી વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ

0
87

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા એ પ્રોહી પ્રવૃતીઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે જે અનુસંધાને પોલીસ માણસોને જીલ્લામાં મોટા નામચીન બુટલેગરોની હાલની પ્રવૃતી ઉપર નજર રાખી ગણનાપાત્ર કેસો શોધી કાઢવા માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવામાં આવેલ છે જેમાં પો.સ.ઇ. એ.એસ. ચૌહાણ એલ.સી.બી.ની ટીમ ભરુચ અંકલેશ્વર હાઇવે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે અંકેશ્વર માંડવા ટોલ ટેક્ષ પાસેથી ફોર વ્હીલ મારૂતી સુઝુકી એસ.એક્ષ.ફોર ગાડી ની ડીકીના ચોર ખાનામાંથી તથા સીટ કવર ની પાછળ બનાવેલ ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૫૪ સાથે મળી કુલ મુદ્દામાલ કિં. ૪,૩૦,૦૦૦/-સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સારૂ અંકલેશ્વર શહેર પો.સ્ટેમા સોપવામાં આવેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY