બળાત્કારના ગુનામાં સજા ભોગવતા ફર્લો રજા પરથી ફરાર કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

0
82

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સુચના અનુસંધા ને જીલ્લામાં પેરોલ ફર્લો રજા પરથી ફરાર કેદી શોધી કાઢવા અંગે પો.સ.ઇ. બી.ડી.વાધેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભણ્ય પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ભરૂચ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કેવાગરા પો.સ્ટે.ગુરના૫/૨૦૧૬, સ્પે પોકસો.નં ૧૭/૧૬, ધી. પ્રોટે. ઓફ ચિલ્ડ્રન એક્ટ -૬, ૫૦૬(૨)નામુજબના ગુનાના કામે પાકા કેદી નં. ૮૪૭૬૩ – નગીનભાઇ ખોડાભાઇ વસાવા રહે, સલાદરા તા.વાગરા જી.ભરૂચનાને તા.૦૨/૦૪/૨૦૨૦ની હુકમથી તા.૧૧/૦૪/૨૦૨૦ નારોજ દિન-૧૪ માટે ફર્લો રજા પર મુક્ત કરેલ જે પુર્ણ થતા મજકુર કેદીએ ૨૬/ ૦૪/૨૦૨૦ નારોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ હાજર નહિ થતા ફરાર થઈ ગયેલ જેને દેરોલ ચોકડી ખાતેથી આજરોજ તા.૧૧/૦૭/૨૦૨૦ નારોજ હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (CoVID19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો covOD-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ વડોદરા મધ્યસ્થ જેલ સુપ્રત કરવા તેમજ આગળની કાર્યવાહી કરવા ભરૂચ તાલુકા પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY