ભરૂચના બાયપાસ ફાટક પાસે પડેલ ખાડાના લઈને સ્થાનિકો દ્રારા ટ્રાફિક જામ કર્યો

0
234

ભરૂચના બાયપાસ ચોકડી પર રેલ્વે ફાટક પાસે પડેલ ખાડાને લઈને સ્થાનિકોને પડતી હાલાકીને લીધે રસ્તો રોકી ટ્રાફિક જામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.જેમાં સ્થાનિક કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાળા અબદુલ કામઠી, દયાદરાવલ હફેજી વગેરે એ આજ રોજ ભરૂચના બાય પાસ જંબુસર ચોકડી પર રેલ્વે ફાટક પાસે પડેલા ખાડાના લીધે સ્થાનિકો અને વાહન ચાલકોને પડતી હાલાકીને લીધે આજ રોજ રસ્તા રોકી જલ્દી થી જલ્દી આ રસ્તાનો ખાડો પુરવા માગ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી.વારંવાર આઈ.એન.બી ના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતાં આજ રોજ ઉશ્કેરાયેલા લોકોએ રસ્તા રોકી વિરોધ પ્રદર્શિત કર્યા હતો.
અને જો બે દિવસમાં આ ખાડો પુરી રસ્તો નહીં બનાવવામાં તો સ્થાનિકો દ્રારા આર.એન.બી ઓફિસે તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.ભારે ટ્રાફિક જામ થઈ જતા ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્રારા જગ્યા પર પહોંચી ટ્રાફિક પુનઃ ચાલુ કરાવ્યો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY