ભરૂચના બાયપાસ ફાટક પાસે પડેલ ખાડામાં એક બાઈક ચાલકને અડફેટમાં લેતાં સ્થાનિકો ઉશ્કેરાયા……

0
685

ભરૂચના બાયપાસ દિવસ પહેલાં રસ્તો રોકી ટ્રાફિક જામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.ત્યારે આજ રોજ ભરૂચના બાય પાસ જંબુસર ચોકડી પર રેલ્વે ફાટક પાસે પડેલા ખાડા પાસે પસાર થઈ રહેલ બે બાઈક ચાલકોને ઓવરલોડેડ ડમ્પર દ્રારા અડફેટમાં લેતાં આખી બાઈકનો કચ્ચર ધાણ નીકળી ગયો હતો.

બાઈક ચાલકોને નાની મોટી ઈજાઓ થતાં મોટી હોનારત તળી હતી.ફરી એજ જગ્યા પર અકસ્માત થતાં ઉશ્કેરાયેલા લોકોએ ડમ્પર આગળનો કાચ તોડી નાખ્યો હતો.બનવાની પરિસ્થિતિ જાણી ગયેલ બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી લોકોને સમજાવી ટ્રાફિક ચાલુ કરાવી ડમ્પર સાઈડ પર લેવડાવી મામલો થાળે પડ્યો હતો. બનાવની જાણ આઈ. એન.બીના અધિકારીઓને કરાતાં અધિકારી ઓએ પણ ઘટનાં સ્થળ પર પહોંચી તાત્કાલિક કામ ચાલુ કરવાના ઓડર આપી દેતાં સ્થાનિકોએ હાશ કરો અનુભ્યો છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY