ભરૂચના લાલબજાર સ્થિત જય ભવાની જ્વેલર્સમાં ચોરી

0
206

ભરૂચ:
ભરૂચમાં લાલબજાર ખાતે આવેલ એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના સિધ્ધનાથ નગરમાં રહેતા દેવીચંદ હિરાજી છોગાજી સોની લાલબજારમાં ભવાની જ્વેલર્સના નામે સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે. બુધવારના રોજ તેઓ રાત્રે રાબેતા મુજબ દુકાન બંધ કરી ઘેર ગયા હતા. રાત્રી દરમિયાન તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ બાજુમાં આવેલ કાપડની દુકાનના મેડા પર ચઠી જ્વેલર્સમાં ઉપરના દરવાજા તોડી ઘુસ મારી હતી. અને દુકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂપિયા ૧,૮૭,૦૦૦ ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે રાબેતા મુજબ દેવીચંદ સોની તેમની દુકાન ખોલતા જ ચોરી થયેલ હોવાની જાણ થતા તેમણે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી જ્વેલર્સની દુકાન તથા આસપાસના વિસ્તારની ઝીણવટ ભરી તપાસ કરી ચોરોનું પગેસું મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY