ભરૂચ નેશનલ હાઈવે નંબર આઠ પર અંકલેશ્વર- માંડવા પાસે આવેલ ટોલબુથ નજીક એક ટ્રક ચાલકે મહિલાની ગાડીને ટક્કર મારતા મહિલાએ ઉશ્કેરાટમાં આવી ટ્રક ચાકલ પર લાકડી વડે હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
બનાવ અંગેની મળતી મુજબ અંકલેશ્વર-ભરૂચ હાઇવે ઉપર માંડવા નજીક આગળ ચાલતી મોટર કાર નં.GJ-16-DB-4589ને પાછળથી ફૂલ સ્પીડે આવેલા ટ્રક નં GJ-16-AU-4108ના ચાલકે પાછળથી ટક્કર મારતા કારમાં કાર હંકારી રહેલ મહિલા બની હતી રણચંડી .મહિલાએ કાર ઉપર ચઢી લાકડીના સપાટા મારી પ્રથમ ટ્રકનો કાચ તોડી ડ્રાયવરને નીચે ઉતારી ડ્રાયવરને વાહન ચલાવાના પાઠ ભણાવ્યા હતાં. મહિલા દ્રારા લાકડી વડે ડ્રાયવરને માર મારી રીત સર રોડ પર દોડાવ્યો હતો જેનો એક વિડિઓ પણ વાયરલ થયો છે.
મહિલાના ગુસ્સાના કારણે
લોકટોળા એકત્રીત થઈ ગયા હતાં અને ટ્રાફિક જામ પણ થવા પામ્યો હતો.જો કે બાદમાં મામલો શાંત થતા ટ્રાફીક પુન: ચાલુ થવા પામ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે મહિલા રણચંડી બને ત્યારે ભલ ભલાઓએ જગ્યા પરથી ભાગવું પડે છે તેનું આ વિડિઓ એક ઉદાહરણ છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"