ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે હાજયાત્રીઓ માટે વેકસીનેશન કેમ્પ યોજાયો.

0
823

ભરૂચની જનરલ હોસ્પિટલ ખાતે હજયાત્રામાં જનાર હજયાત્રીઓ માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.

આગામી ૨૧/૮/૧૮ થી શરૂ થનારી હજયાત્રા માટે અમદાવાદથી હજયાત્રીકોને લઈ પહેલી ફ્લાઇટ રવાના થનાર છે ત્યારે ભરૂચમાં હજકમીટીમાં નોંધાયેલ હજયાત્રીકો અને ખાનગી ટુરમાં જનાર હજ યાત્રીકો નોંધાયા હતા.તે તમામ માટે ટ્રસ્ટ અને સરકારી તંત્રના સહયોગથી વિવિધ શહેરોમાં રસીકરણના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગ રૂપે હજયાત્રા સમયે કોઇપણ યાત્રીકોના સ્વાસ્થય ન બગડે તે માટે કાદરી ફાઉન્ડેશન-મકતમપુર,રોટરી કલબ તથા મુસ્લીમ સોશ્યલ ગૃપ દ્વારા ભરૂચ-નર્મદા જિલ્લાના હજ ફિલ્ડ ટ્રેઈનર ફઝલ પાતરાવાલાની આગેવાનીમાં જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ હાજયાત્રી કેમ્પમાં ભરૂચના મુસ્લિમ સંસ્થાઓના આગેવાનો અને જનરલ હોસ્પિટલના ડોકટર, નર્સ,પટાવાળાએ સુંદર સેવાઓ આપી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY