પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ માં છેલ્લા ઘણા સમય થી કેમિકલ ઉદ્યોગો અને અન્ય ઉદ્યોગો માં થતા અકસ્માતો પાછળના કારણો એ પણ હોઈ શકે કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની અછત,જ્યારે આ ડિપાર્ટમેન્ટના સેનાપતિ એટલે કે ડેપ્યુટી ડાયરેકર જ છેલ્લા ઘણા સમયથી નહીં હોવાને કારણે હાલના અધિકારી પી એસ પટેલ પાસે વધારાનો ચાર્જ હોવાથી પોતાની ફરજ ઉપરાંતની ફરજ અદા કરી સંપૂર્ણ નિષ્ઠા બતાવી રહ્યા છે પરંતુ તેની સાથે સાથે સ્ટાફના અભાવે કેટલીક અગત્યની વિઝીટ પર જઈ શકાતું ન હોવાને કારણે જિલ્લાના ઉદ્યોગોને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે. અંકલેશ્વર ખાતે વધુમાં વધુ અકસ્માત અને આગ ના બનાવો બની રહ્યા છે ત્યારે સરકારના મંત્રીશ્રીઓ ગુજરાત સ્થાપના દિને જાતજાતના ઉદઘાટન કરી જશે પરંતુ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડાયરેકટરની જગ્યા જે મહત્વની કડી રૂપે જગ્યા છે તે કયારે ભરાશે તે તો આવનારા સમએ સરકાર જ કહી શકશે અથવા તો જિલ્લો રેમ ભરોસે ચાલશે એમ ઉદ્યોગ આલમ ના કર્મચારીઓ વિચારી રહ્યા છે કેમકે જ્યારે પણ આવી આગ લેગવાની ઘટના બને છે ત્યારે શોષણ તો માત્ર કામદાર જ હોય છે ઉદ્યોગોનો વિમાં હોય છે જે ઉદ્યોગ વીમો પણ પકવી લે છે પરંતુ કામદારોને કામ દરમિયાન થતા અકસ્માત ને કારણે મોત પણ થાય છે તને માટે જવાબદાર કોણ? જ્યારે જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે સરકારના તંત્રમાંથી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને ડિપાર્ટમેન્ટમાંથી એક જ જવાબ મળે છે કે અમે શું કરીએ મારી પાસે સ્ટાફ જ નથી આ એક ડિપાર્ટમેન્ટની વાત નથી સરકારના તમામ ડિપાર્ટમેન્ટો ની અંદર સ્ટાફના અભાવે સરકારના તમામ ડિપાર્ટમેન્ટો માં આજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલમાં જીપીસીબી દ્વારા અધિકારીઓની બદલીઓ કરી ખાલી જગ્યાઓ પુરવા નો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તે પહેલાં થયેલા અકસ્માત અને વાતાવરણ ના બગાડ માટે જવાબદાર કોણ? જે અત્યંત જરૂરી વિષય છે તે એ છે કે વિકાસની સાથે-સાથે જિલ્લામાં ઉદ્યોગોનું સુચારુ સંચાલન થાય અને સરકારી દેખરેખ હેઠળ થાય એ અગત્યનું છે જિલ્લાની જનતા આ વિશે આશવાદી છે કે ગજરાત સ્થાપના દિન ની ઉજવણી બાદ પણ તંત્ર ને આ જિલ્લો યાડ રહે અને જિલ્લાના પ્રશાસન માં ત્વરિત ખાલી જગ્યાઓ ભરાય ને પ્રજા ને થતી હાલાકી દૂર થાય
મનીષ રાણા પર્યાવરણ મિત્ર અખબાર અંકલેશ્વર
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"