ભરૂચ જીલ્લા પોલીસવડા ની સુચના અનુસાર એલ.સી.બી પોલીસના અધિકારી સ્ટાફ સાથે ખાનગી વાહનોમાં પેટ્રલિંગ કરતા હતા તે સમયે એલ.સી.બી નાં પો.કો મહિપાલસિંહ ને બાતમી મળી હતી કે વિદેશી દારૂ લઇ એક સફેદ કલરની ટાટા માનઝા ગાડીમા આવી રહી છે. તે બાતમી નાં આધારે એલ.સી.બી પીએઆઈ કે.જે ધડુક તથા વાય.જી ઈસરાણી એ પોલીસ સ્ટાફ સાથે માંડવા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.દરમ્યાન બાતમી વાળી સફેદ રંગ ની કાર ટોલ નાકા પાસેથી પ્રસાર થતા તેને રોકી તપાસ કરતા ગાડી નબર જીજે-૦૪-બીઇ-૫૦૮૫ માંથી પરપ્રાંતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડ ની બોટલ નંગ-૧૭૪ કિંમત રૂપિયા ૧,૦૪,૪૦૦ તથા ગાડી સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪,૦૯,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી જયેશ ડાહ્યાભાઈ સોલંકી તથા જયેશ રાયચંદ પટેલ બંને રહેવાસી વલસાડ વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"