ભરૂચ-નર્મદા બ્રિજના માંડવા ટોલનાકે થયેલ બબાલ મા એકને ઇજા

0
655

બનાવની મળતી વિગતો અનુસાર સાંજના સમયે રેતી ભરી આવતી ટ્રકને ઓવર લોડ હોવાનું માલુમ પડતા ટોલ સંચાલકો દ્વારા ટ્રક ને વજન કાંટો લઈ જવામાં આવેલ પરંતુ ટ્રક ડ્રાઈવર ટોલટેક્સના વજન કાંટો ટ્રક ચડાવવાને બદલે ટ્રક લઇ નાસી છૂટેલ જે. દરમિયાન બિન સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટોલ સંચાલકોના બે જુવાનિયા ટ્રક પાછળ લડકી પડેલ અને ટ્રક પકડવાની કોશિશ કરેલ પરંતુ ચાલક નાસી જવામાં સફળ થયેલ ,જે બાબતે રીસ રાખી સદર આરોપ વાળી ટ્રક સુરત બાજુના કોઈક ભરવાડની હોવાથી ટ્રક પકડવાની રીસ રાખી પાછળથી થોડા સમય બાદ ટ્રક ચાલક ના સાગરીતો ટેમ્પો ભરી ભરવાડ જેવા લાગતા ઈસમોએ ટોલટેક્ષ પર તોડફોડ કરી એક કર્મચારીને ઇજા પહોંચાડયા હોવાનું પણ બહાર આવેલ છે બનાવની જાણ જિલ્લા કંટ્રોલ થતાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનને તે બાબતની વરધી આપતા અંકલેશ્વર શહેર પોલીસે તાત્કાલિક ધસી આવી મામલો સંભાળી ટ્રાફિક ક્લિયર કર્યો હતો જે બાબત ની વધુ તપાસ હાથ ધરી છે

તસ્વીર :પ્રગ્નેશ પાટણવાડિયા ભરૂચ

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY