ભરૂચ શહેરના વોર્ડ નંબર ૩ માં આવેલ રંગવર્ષા સોસાયટીના કોમન પ્લોટ અને વોર્ડ નંબર ૭ માં નવી વસાહત અને સિંધુનગર વચ્ચેના ખુલ્લા પ્લોટમાં અમૃત મિશન અંતર્ગત રૂપિયા ૨૮ લાખના ખર્ચે તૈયાર થયેલ ૨ બગીચાઓનું લોકાર્પણ અને સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી વિકાસ યોજના UDP -88 અંતર્ગત રૂપિયા ૧૩૩.૩૫ લાખના ખર્ચે મંજુર થયેલ મકતમપુર વોટર ટ્રીટમેન્ટ પાલન્ટ ,અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ,જે.બી.પાર્ક અંદર ગ્રાઉન્ડ પંપ, ડુંગરી ટાંકી ખાતે વિવિધ પ્રકાર ના સિવિલ વર્ક,(કંપાઉન્ડ વોલ,પેવર બ્લોક, નવા પેનલ રૂમ,ટોયલેટ બ્લોક વિગેરે કામોના લોકાર્પણ અને ખાત મહુર્ત ભરૂચ નગર પાલિકાના પ્રમુખ આર.વી.પટેલ ઉપ પ્રમુખ પ્રફુલ્લા દુધવાલા અને નગર પાલિકાના સભ્યો દ્રારા કરવામાં આવ્યા હતાં.જેમાં મોટી સાંખ્યમાં કાર્યકરો અને વિપક્ષના સભ્યો હજાર રહ્યા હતાં.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"