ભરૂચ,
ગુજરાતના ખૂણે સુધી પાણી પહોંચાડનાર નર્મદા નદીના કિનારે વસેલા ભરૂચમાં દર ઉનાળામાં પાણીના વલખા મારવા પડે છે.
ગત વર્ષે સરદાર ડેમ ખાતે ૩૦ દરવાજા લાગી ગયાં બાદ નદી સુકીભઠ બની રહી છે. જિલ્લામાં અમલેશ્વર બ્રાંચ કેનાલ તથા બારા યોજના મારફતે નર્મદાના પાણી વિવિધ સ્થળોએ પહોંચાડવામાં આવે છે. નદીમાં જ પાણી ઓછા હોવાથી ઉનાળો આકારો બનવાના એંધાણ વર્તાઇ રહયાં છે. મે મહિના બાદ જિલ્લાના ૨૬ ગામમાં પાણીની સમસ્યા વિકટ બની શકે છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલીયા, આમોદ અને જંબુસર તાલુકાના ૨૬ ગામોમાં મે મહિના બાદ પીવાના પાણીની તંગી પડી શકે તેમ છે. ઉનાળામાં પાણીની હાલની તથા સંભવિત સ્થિતિની સમીક્ષા પાણી સમિતિની બેઠકમાં કરવામાં આવી હતી. પાણીની સમસ્યા વિકટ બનશે તો કરજણ અથવા નર્મદા ડેમમાંથી પાણી છોડવા માટે સરકારને રજૂઆત કરવામાં આવશે. નર્મદા નદીમાં પાણી ઓછું થશે તો ૮૨ ગામમાં ટેન્કરથી પાણી પહોંચાડવાનું આગોતરૂ આયોજન કરાયું છે. ભરૂચ કલેકટરે ઉનાળામાં જિલ્લામાં સંભવિત પાણીની મુશ્કેલી નિવારવા સંબંધિત વિભાગો દ્વારા થયેલ આયોજનની માહિતી મેળવી હતી. પાણીની સમસ્યા વિકટ બનશે તો કરજણ અથવા નર્મદા ડેમમાંથી પાણી છોડવા માટે સરકારને રજૂઆત કરવામાં આવશે. નર્મદા નદીમાં પાણી ઓછું થશે તો ૮૨ ગામમાં ટેન્કરથી પાણી પહોંચાડવાનું આગોતરૂ આયોજન કરાયું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"