ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સંગીત સંધ્યાનું સફળ આયોજન થયું: વિશેષ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન

0
230

‘મિલે સુર મેરા તુમ્હારા’ થીમ આધારિત કાર્યક્રમ યોજાયો.

ભરૂચ:

પત્રકાર એ સમાજનું દર્પણ છે અને આમ પ્રજાને સમયાંતરે ગમે તે પરિસ્થિતિમાં માહિતી પહોંચાડનાર માધ્યમ છે પત્રકાર અન્ય સંસ્થાઓ તેમજ કાર્યક્રમો નું કવરેજ કરી ને આમ પ્રજા સમક્ષ પહોંચાડતા હોય છે તેવી જ રીતે ભરૂચ જીલ્લા ના પત્રકારો ના એક સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા ગઇ રાત્રીના રોજ ‘મિલે સુર મેરા તુમ્હારા’ સંગીત સંધ્યાનું ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સફળ આયોજન કરાયું. મિલે સુર મેરા તુમ્હારા સંગીત સંઘ્યા દરમ્યાન ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ નું સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દુષ્યંત પટેલે આયોજન અને સંગઠનની કામગીરી ને બિરદાવવા સાથે આભાર ની લાગણી વ્યકત કરી હતી.
આ પ્રસંગે ભરૂચ શહેર જીલ્લાનું નામ રમત ગમત, શિક્ષણ સહિત અન્ય પ્રવૃત્તિઓ માં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર બાળકોનું મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભરૂચના પત્રકાર અને બિનવારસી મૃતદેહો ને અંતિમવિધિ કરી પાંચ મહાભૂતમાં વિલીન કરવાનું પુણ્યકાર્ય કરનાર ધર્મેશ સોલંકીનું પણ ધારાસભ્ય અને સંગઠનના સભ્યો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
મિલે સુર મેરા તુમ્હારા સંગીત સંધ્યા માં મુંબઈ ના પ્રસિદ્ધ કલાકાર પ્રિતમ શુક્લા અને તેઓ ના સાથીદારોએ જુના અને નવા ગીતોની રમઝટ બોલાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના અધ્યક્ષા ઇન્દીરાબેન રાજ,અંકલેશ્વર નગર પાલિકા ના એજ્યુકેશન ચેરમેન ધર્મેશ મકવાણા, જાણીતા કન્સ્ટ્રકટર હેમંત પટેલ, નગર પાલિકા સભ્ય મનહર પરમાર, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર કંસારા, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ધ્રુતા રાવલ, પૂર્વ પાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ સહિત અન્ય અગ્રણીઓ, જીલ્લા ના પત્રકારમિત્રો અને સંગીતરસીકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કલાકારો દ્વારા રેલાવામાં આવેલ સુરમાં રેલાયને પત્રકારો દ્વારા નાચગાન કરીને ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પત્રકાર સંઘના પ્રમુખ નિલેશ ટેલર દ્વારા તમામ સભ્યોનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

 

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY