ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ મથકોની મુલાકાત લઈ પોલીસ કામગીરીની માહિતી મેળવી

0
32

ભરૂચ જિલ્લામાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતાં  વિદ્યાર્થીઓએ બુધવારના રોજ અલગ-અલગ પોલીસ મથકના વિવિધ વિભાગો, પોલીસતંત્રની કામગીરી જેલ, મહિલા પોલીસ મથક અને વિવિધ શસ્ત્રોની માહિતી મેળવી હતી.

વેડચ પોલીસ મથક

ભરૂચ જિલ્લામાં આવેલી વિવિધ શળાઓએ અલગ અલગ પોલીસ મથકની મુલાકાત લીધી હતી.જેમાં લુવારા પ્રાથમીક શાળા દહેજના વિદ્યાર્થીઓએ મરીન પોલીસ સ્ટેશન,જંબુસર તાલુકાના વેડચની ગામની કુમાર અને કન્યા પ્રાથમિક શાળાએ વેદચ પોલીસ મથક, અંકલેશ્વરની લાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ જી.આઈ. ડી.સી.પોલીસ સ્ટેશન અને કાસદ ગામની પ્રાથમિક શાળાના બાળકોએ સુરક્ષા સેતુ અંતર્ગત તાલુકા પોલીસ મથકની મુલાકાત લીધી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક

આ દરેક પોલીસ મથકોમાં વિદ્યાર્થીઓએ આવીને પીએસઓ મથક, વાયરલેશ રૂમ, જેલ, રાયઈટર વિભાગ, એલઆઈબી વિભાગ, પીઆઈ,પીએસઆઇ ઓફિસ, પીએસઓ, પોલીસ વાહનોની કામગીરી સાથે વિવિધ શસ્ત્રોની જાણકારી મેળવી હતી. વધુમાં વિદ્યાર્થીઓને વિવિધ શસ્ત્રો તેમજ પોલીસવાહનો અને પોલીસની કામગીરી ટ્રાફિક નિયમો,એસપી,ડીવાયએસપી, પીઆઈ,પીએસઆઇની કામગીરી અંગે પણ સમજણ અપાઈ હતી.

ભરૂચ તાલુકા પોલીસ મથક

પોલીસ મથકે હાજર વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ વિભાગની વિવિધ કામગીરીની સમીક્ષા કરી મુઝવતા પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન

9537920203

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY