આજ રોજ ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે બિન હથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓ ને પાયાની બેઝીક તાલીમ આપવામાં આવી હતી જેમનો દીક્ષાંત સમારોહ ઉજવાયો હતો.તારીખ ૧૨/૬/૧૭ થી ચાલું થયેલ તાલીમ તારીખ ૧૫/૬/૧૮ ના રોજ પુરી થયેલ હતી.જેમાં ભરૂચ જિલ્લાના ૧૮૦ તેમજ છોટાઉદેપુર જિલ્લા ના ૮૩ મળી કુલ ૨૬૩ જેટલા બિન હથિયારી લોકરક્ષકની આઠ માસની ટ્રેનિંગ પુરી કરી હતી. જેમાં તેમને ઇન્ડોર અને ઓઉટડોર ની ટ્રેનિંગ આપવામાં આવી હતી.આજે દીક્ષાંત પરેડ સમારોહમાં રેન્જ આઈ.જી અભય ચુડાસમાએ ઉપસ્થિત રહી ટ્રેનિંગ પુરી કરનાર તાલીમાર્થી ઓને પોલીસ તરીકેના શપથ લેવડાવ્યા હતાં.તાલીમાર્થીઓએ પાસિંગ પરેડ પણ કરી હતી.અને ટ્રેનિંગ દરમ્યાન સારી કામગીરી કરનારને આઈ.જીના હસ્તે પ્રમાણપત્ર સાથે ટ્રોફી પણ આપવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહ,હેડ કવાટર્સ ડી. વાય. એસ.પી શુકલા,ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ,ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી,દિવ્યેશ પટેલ,ધી બોમ્બે પટેલ વેલ્ફર હોસ્પિટલના ટ્રસ્ટી મહોમ્મદ ફાંસીવાળા,ડો. સુકેતું દવે સહિત મોટી સાંખ્યમાં આમંત્રિત મહેમાનો અને તાલીમ પુરી કરનાર તાલીમાર્થીઓના પરિવાર જનો મોટી સાંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર પ્રકાશ મેકવાન
રિપોર્ટર પ્રકાશ મેકવાન
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"