ભરૂચ આર.ટી.ઓ, ખાણ ખનીજ વિભાગ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્રારા ઓવરલોડ ફરતી ટ્રકોને ઝડપી પાડી

0
542

ભરૂચ:
મળતી માહિતી મુજબ ભરૂચના શુકલતીર્થ રોડ પર થી પસાર થતી ઓવરલોડ ટ્રકોને ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ આર.ટી.ઓ. તથા ખાણખનીજ વિભાગના અધિકારીઓએ શુકલતીર્થ થી ભરૂચ ઝાડેશ્વર તરફ આવતી ૧૨ થી વધુ ઓવરલોડ જણાતી ટ્રકોને ઝડપી પાડી હતી. ઓવરલોડ ટ્રકોને ઝડપી ભરૂચ આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓ દ્રારા નજીક આવેલા વજન કાંટા પર લઇ જઈ ત્યાં વધારે ઓવરલોડ જણાતી ટ્રકોનું વજન કરાવી રોયલ્ટીની ચોરી કરી હોય તેવી ટ્રકોના સંચાલકો સામે અને ચાલક સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. માટી ખનન કરી અને ઓવરલોડ વહન કરતી ગાડીઓ પર આર.ટી.ઓ. અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કાયદેસરની કાર્યવાહી થી ઓવરલોડ કરી ફરતાં ગાડી ચાલકોમ ફફડાટ ફેલાઈ જાવા પામ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ અને શુકલતીર્થ માર્ગ ઉપર બે રોક તોકે દોડતી ઓવરલોડ ટ્રકો આખરે કોની રહેમ નજર હેઠળ પસાર થાય છે અને શું રોયલ્ટી ચોરીનું કોઈ મોટુ કૌભાંડ કોના ઇશારે ચાલી રહ્યું છે…? જે અંગેની લોક ચર્ચા લોકોમાં ચાલી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY