મોટી સાંખ્યમાં દલિત સમાજના લોકોએ એકત્રિત થઈને રેલી સ્વરૂપે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું…
સુપ્રીપ કોર્ટ દ્રારા એટ્રોસિટી એકટ ના કાયદામાં સુધારા ના ભાગ આપેલ ચુકાદાને દલિત સમાજના સંગઠનોએ વખોડી નાખ્યો છે. તાજેતરમાં એક જાહેર હિતની અરજીની સુનાવણી બાદ સર્વોચ્ચ અદાલતે એટ્રોસિટી એકટ બાબતે પોતાના ચુકાદામાં ઠરાવેલ છે કે આ ગુનાના કામે આરોપીની અટકાયત કરતાં પહેલાં ડી.એસ.પી કક્ષાના પોલીસ અમલદાર દ્રારા તે ફરિયાદ ની સચ્ચાઈ અંગેનો અભિપ્રાય હોવો જરૂરી છે.જો તે મતલબ નો રિપોર્ટ કે અભિપ્રાય ન હોય તો આરોપી ની ધરપકડ જ થાય નહિ .વળી આ કાયદામાં આગોતરા જામીન મેળવવા અંગે પ્રતિબંધ હોવા છતાં સદર ચુકાદામાં આગોતરા જામીન પણ આરોપીને મળી શકે તેમ ઠરાવેલ છે.જેના લીધે સમગ્ર ભારતમાં વસતા દલિત અને આદિવાસી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.જે અંગે આજ રોજ દલિત સમાજ સંગઠનો અને આદિવાસી સમાજ દ્રારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.ભરૂચ સ્ટેશન સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે મોટી સાંખ્યમાં દલિત સમાજના આગેવાનો અને આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકરોએ ભેગા થઈને બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ફૂલ હાર ચઢાવી રેલી સ્વરૂપે સ્ટેશન થી શાલીમાર થઈને ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જય ભીમ જય આદિવાસીઓના સુત્રોચાર અને નારોથી રોડ રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતાં. મોટી સાંખ્યમાં લોકો જોડતાં ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ સર્જાય હતી.જોકે બંધન એલાનના લીધે ચુસ્ત પોલીસ બંદોબસ્તના લીધે કોઈ અનિચ્છીય બનાવ બનવા પામ્યો ન હતો.જોકે ભારત બંધના એલાનને ભરૂચ શહેર જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"