ભરૂચમાં શ્રધ્ધા અને ઉત્સાહભેર શિવરાત્રિની ઉજવણી

0
150

– હરહર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા
ભરુચ :
ભરુચ જિલ્લામાં મહાશિવરાત્રિ ૫ર્વની ઉજવણી શ્રધ્ધા અને ઉત્સાહ ભેર કરવામાં આવી હતી. દિવસ દરમિયાન અનેક સ્થાનો ૫ર મહાપ્રસાદી અને ભજન સત્સંગના કાર્યક્રમો યોજાયા તેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જાડાયા હતા. અને હરહરમહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા હતા.
ભરૂચ શહેર જિલ્લામાં મહાશિવરાત્રિ ૫ર્વને મનાવવા ગત મોડી સાંજથી શિવભક્તોમાં ઉત્સાહ ઉમંગ જાવા મળી રહયો હતો. મહાશિવરાત્રિની વહેલી સવારથી શિવમંદિરોમાં વિશેષમહા આરતી–લઘુરૂદ્રયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચની જિલ્લા ૫ંચાયતની ૫ાછળ આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે મોડી સાંજથી ભાંગનો પ્રસાદ બનાવવામાં આયોજકો વ્યસ્ત બન્યા હતા જેને લેવા વહેલી સવારથી જ ભાંગની પ્રસાદીનો લ્હાવો લેવામાં ભક્તોની જનમેદની ઊમટી ૫ડી હતી. ભરુચના ધારાસભ્ય દુષ્યંતભાઇ ૫ટેલ સહિતના શ્રધ્ધાળુઅોએ રામેશ્વર મહાદેવ ખાતે શિવ૫ુજા કરી હતી. દિવસ દરમિયાન ૪ થી ૫ાંચ હજાર લીટર જેટલી ભાંગના પ્રસાદનું વિતરણ કરાયું હતું. જેનો શ્રધ્ધાળુઅોએ લાભ લીધો હતો.
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઅો ઉમટયા હતા. નવાડેરાના દત્ત મંદિરે ૧૦ ફુટનું વિશાળઘીનું કમળ ભક્તો માટે દર્શન અર્થે મૂકાયું હતું. ફાટા તળાવના ભકતેશ્વર મહાદેવમંદિરે ૫ણ ઘીમાંથી શિવજીની પ્રતિમા બનાવી મહાશિવરાત્રીએ દર્શન અર્થે મૂકવામાં આવી હતી. આ ઉ૫રાંત ભરૂચમાં શક્તિનાથ મહાદેવ, ગંગનાથ મહાદેવ, મંગલેશ્વર મહાદેવ મંગલદી૫ મહાદેવ સહિત અનેક શિવાલયોમાં ભગવાન ભોલેનાથના દર્શન માટે શ્રધ્ધાળુઅોની ભીડ લાગી હતી. સમગ્ર મહાશિવરાત્રિના દિવસ દરમ્યાન શિવમંદિરનોમાં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાછે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY