ભરૂચ પોલીસ અને ભરૂચ ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસની પોલીસ એથ્લેટિક મીટ ૨૦૧૮ નો વિધિવત શુભારંભ

0
162

22/02/2018

આજ રોજ સવારે ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ પોલીસ અને ભરૂચ ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટ (બી.ટી.ઈ.ટી)ના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસ ચાલનાર પોલીસ એથ્લીક મીટ ૨૦૧૮ નો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. સતત સુરક્ષા અને સલામતી ની કામગીરીમાં વ્યસ્ત રહેતા ભરૂચ પોલીસ કર્મચારીઓને માનસિક શાંતિ અને તાનવ પૂર્ણ જીવન માંથી મુક્તિ મળે તે હેતુથી એથ્લેટિક મીટનું આયોજન દર વર્ષે ભરૂચ પોલીસ દ્રારા કરવામાં આવે છે. આ વર્ષે પણ યોજાયેલ એથ્લેટિક મીટમાં ભરૂચ શહેર જિલ્લાના પોલીસ મથકોમાં ફરજ બજાવતાં ૧૦૪૦ જેટલા પોલીસ કર્મીઓએ સાથે જ ભરૂચ શહેરની સરકારી કચેરીઓ અને સંસ્થાઓ એ પણ ઉત્સાહ ભેર સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. આ એથ્લેટિક મીટ ૨૦૧૮નું ઉદઘાટન વડોદરા રેન્જ ના આઈ.જી અભય ચુડાસમાના હસ્તે મસાલ પ્રજવલિત કરી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા સમાહર્તા સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી શિપ્રા અગ્રે, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સીંગ, ભરૂચ જિલ્લાના પૂર્વ એસ.પી ગૌતમ પરમાર અને નર્મદા તેમજ છોટાઉદેપુર જિલ્લાના એસ.પી અને બીટીઈટીના પ્રમુખ અનિષ પરીખ સહિત મોટી સખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY