ભરૂચ ખાતે ઉજ્જવલા દિનની ઉજવણીના ભાગ રૂપે મહિલાઓ ને LPG બોટલ અપાયા

0
409

ભરૂચ;
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગ રુપે આજે ના દિવસે ઉજ્જવલા દિવસ તરીકે ઉજવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. આ દિવસને એક વિશેષ ઉજવણી બનાવવા માટે એલપીજીની સુરક્ષા,તેના ઉપયોગ અંગે ચર્ચા કરવા તેમજ દિવસે એલ.પી.જી.નુ જોડાણ પણ લાભાર્થીઓને પુરુ પાડવામા આવ્યુ હતુ.ભરૂચના જીલ્લા ગ્રામ સ્વરાજ અભિયાન ના ભાગરૂપે ઉજ્જવલા દિનની ઉજવણી ભરૂચની શ્રવણ સ્કૂલ ખાતે કરાઈ હતી.

આ સમયે 100 જેટલી મહિલા લાભાર્થીને ગેસનુ જોડાણ આપવામાં હતુ. મોટી સંખ્યામાં મહિલાઓ,ઉપસ્થિત રહી હતી લોકોમાં એલપીજી અંગે જાગૃતિ લાવવા બધાને જાગૃત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,નગર પાલિકાના નગર પ્રાથમિક શિક્ષણના ઉપાધ્યક્ષ ઇન્દિરા રાજ, નગરપાલિકાના સભ્ય ભારતી પટેલ,સુરભી તમાકુવાળા,હેમુ પટેલ,મનહર પરમાર અને ઉત્સવ ગેસ એજન્સીના સુનિલ ખાસ ઉપસ્થિત રહી લાભાર્થીઓને ગેસ કિતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY