ઝઘડીયા તાલુકાના ઉંમલ્લાના ગણેશ પેટ્રોલપંપ પાસે થી એલ.સી.બી. ભરૂચ એ વિદેશી દારૂ તેમજ પીકઅપ વાન મળી કુલ રૂ.9,24,200નો મુદ્દામાલ ઝડપયો

0
334

ભરૂચ:
પોલીસ અધિક્ષકની સુચના મુજબ એલસીબી સ્ટાફ હોળી ધૂળેટીના તહેવાર અનુસંધાને પ઼ો.હી. ગુનાને શોધી કાઢવા ઝઘડીયા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળી હતી કે ઉમલલા-ઝઘડીયા રોડ પર સંજાલી ગામ તરફથી સફેદ રંગની પીકઅપ વાન GJ16-U-1780 માં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી રાજપીપળા તરફ જનાર છે. તેવી બાતમી ના આધારે ગણેશ પેટ્રોલપંપ પાસે વોચ ગોઠવી બાતમી વાળી પીકઅપવાને ઉભી રાખતા ગાડી તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
આ વિદેશી દારૂની હેરાફેરી કરનાર પીકઅપવાન નો ડાઈવર ધુલા પુનાભાઈ વસાવાને વિદેશી દારૂની કુલ બોટલ નંગ 6,240 જેની રકમ રૂ.6,24,000/- તથા પીકઅપ વાન રૂ.3,00,000/- મળીને કુલ રૂ.9,24,500/- મુદ્દામાલ પકડી ધરપકડ કરવામાં આવી હતી.

 

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY